મહેસાણા, 28 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મન્દ્રોપુર ગામે પ્રાકૃતિક અને યૌગિક ખેતી માટે એક વિશિષ્ટ પરીસંવાદ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી સંસ્થાના ડો. રાજુભાઈની અધ્યક્ષતામાં ખેડૂતોને યૌગિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન સવજીભાઈ ચૌધરી અને ટીમની હાજરીમાં “માણેકબા પ્રાકૃતિક ફાર્મ”નું ભૂમિપૂજન અને વૃક્ષારોપણ કરીને એક અદ્યતન મોડેલ ફાર્મ ખુલ્લું મૂકવામાં આવ્યું. અહીંથી ખેડૂતોને બાયો ઈનપુટ ઓછા ભાવે ઉપલબ્ધ થશે અને પ્રાકૃતિક ખેતી અપનાવાનું આહવાન કરાયું.
આ પ્રસંગે ખેતી વિભાગના વિવિધ અધિકારીઓ અને સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે ખેરાલુ APMC ચેરમેનશ્રી રામભાઈ ચૌધરી, કૃષિ નિષ્ણાતો અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનોની ઉપસ્થિતિ રહી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR