કુલ 51 જેટલી બોયઝ અને ગર્લ્સ ટીમે સમગ્ર ગુજરાતમાંથી ભાગ લીધો હતો
500 થી વધુ ખેલાડીઓ રમત અંગે પોતાનું પ્રદર્શન બતાવવા થનગની રહ્યા હતા
ક્લોઝિંગ સેરેમનીમાં દીવ-દમણના પ્રભારી દુષ્યંત પટેલ સહભાગી થઈ વિજેતા ટીમોને પ્રોત્સાહિત કરી
ભરૂચ 28 જુલાઈ (હિ.સ.)
કોંઢ ચંદ્રબાલા મોદી એકેડમી ખાતે સીબીએસસી ક્લસ્ટર XIII ખો - ખો ટુર્નામેન્ટ 2025 - 26 નું આયોજન થયું હતું.જેમાં કુલ 51 જેટલી બોયઝ અને ગર્લ્સ ટીમે સમગ્ર ગુજરાતમાંથી ભાગ લીધો હતો. તેમા 500 થી વધુ ખેલાડીઓ રમત અંગે પોતાનું પ્રદર્શન બતાવવા થનગની રહ્યા હતા. જેની શરૂઆત ડૉ. હિમાંશુ દવેના મુખ્ય અતિથિ પદે અને અતિથિ વિશેષ પદે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અગમ આદિત્ય CBSE તરફથી ઓબ્જર્વર રામજશજી તથા ટેક્નિકલ ડેલિગેટ પ્રમોદ કુમાર, શાળાના આચાર્ય રામજી નાગરાજનના વડપણ હેઠળ દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ એ પોતાના ઉદ્બોધનમા સચિન તેંડુલકરનુ ઉદાહરણ ટાંકી પ્રત્યેકને સારા ખેલાડી બનવાની શુભ કામના પાઠવી હતી.જ્યારે શાળાના આચાર્યએ બાળકોને અભ્યાસ ઉપરાંત જીવનમાં રમત-ગમતને પણ તેટલુ જ પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો હતો.ક્લોઝિંગ સેરેમનીમાં દીવ-દમણના પ્રભારી તથા ભરૂચ જિલ્લાના માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ સહભાગી થઈ વિજેતા ટીમોને પ્રોત્સાહિત કરી ભવિષ્ય માટે ખૂબ રહદયથી શુભકામનાઓ પાઠવી હતી.રમતગમતને પ્રદર્શિત કરતા ઉત્તમ કાર્યક્રમ બદલ ચંદ્રબાલા મોદી એકેડેમીની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ