વેસુમાં યોજાયેલી જૈન કન્યા શિબિરમાં, ડો. અનામિકા તલેસરાની પ્રેરણાદાયી હાજરી
સુરત, 28 જુલાઈ (હિ.સ.)-મેવાડ મંડળ, વેસુ ખાતે જૈન કન્યા મંડળ દ્વારા આયોજિત વિશેષ શિબીરમાં જૈન કોન્ફરન્સ, નવી દિલ્હીની મહિલા રાષ્ટ્રીય ચેરમેન ડો. અનામિકા કુલદીપ તલેસરા, મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી હતી. શિબિર પૂજ્ય ચારીત્ર્ય શીલા જી મહારાજ સાહેબના પાવ
Surat


સુરત, 28 જુલાઈ (હિ.સ.)-મેવાડ મંડળ, વેસુ ખાતે જૈન કન્યા મંડળ દ્વારા આયોજિત વિશેષ શિબીરમાં જૈન કોન્ફરન્સ, નવી દિલ્હીની મહિલા રાષ્ટ્રીય ચેરમેન ડો. અનામિકા કુલદીપ તલેસરા, મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી હતી. શિબિર પૂજ્ય ચારીત્ર્ય શીલા જી મહારાજ સાહેબના પાવન સાનિધ્યમાં યોજાઈ હતી, જે સમગ્ર કાર્યક્રમનો આત્મા સમાન ભાગ રહ્યો.

ડૉ. તલેસરાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, બાલિકાઓએ પોતાના જીવનના લક્ષ્યો માટે આત્મવિશ્વાસ અને કઠોર મહેનત સાથે આગળ વધવું જોઈએ. તેમણે બાલિકાઓમાં આત્મબલ અને સાહસ જાગૃત કર્યું, જેથી તેઓ જીવનની દરેક પડકારનો ડટીને સામનો કરી શકે.

પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદરૂપ ઉપદેશથી શિબિરમાં હાજર બાલિકાઓએ માત્ર જ્ઞાનમાં વૃદ્ધિ કરી નહિ પરંતુ જીવનમાં સકારાત્મક પરિવર્તન માટે પ્રેરણા પણ મેળવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande