સરિયદ ગામમાં ભારે વરસાદને કારણે, રસ્તાઓ પર ભરાયેલા પાણી અને કાદવ-કીચડના કારણે ખેડૂતો અને પશુપાલકોને મુશ્કેલી
પાટણ, 28 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના સરિયદ ગામમાં ભારે વરસાદને કારણે સારવાડી ઓટાથી વિહતપુરા સુધીના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે. રસ્તાઓ પર ભરાયેલા પાણી અને કાદવ-કીચડના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સારવાડી વિસ્તારમાં આવેલા
સરિયદ ગામમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર ભરાયેલા પાણી અને કાદવ-કીચડના કારણે ખેડૂતો અને પશુપાલકોને મુશ્કેલી


પાટણ, 28 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના સરિયદ ગામમાં ભારે વરસાદને કારણે સારવાડી ઓટાથી વિહતપુરા સુધીના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે. રસ્તાઓ પર ભરાયેલા પાણી અને કાદવ-કીચડના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સારવાડી વિસ્તારમાં આવેલા ખેતરોમાં જવા માટેના રસ્તાઓની હાલત ખૂબ જ નાજુક બની ગઈ છે. ખેડૂતોને ખેતરો સુધી પહોંચી કામ કરવું મુશ્કેલ બન્યું છે, જ્યારે પશુપાલકો પોતાના પશુઓને ખવડાવવાના સ્થળે લઈ જવા માટે મુશ્કેલી ભોગવી રહ્યાં છે. દૂધ અને ખેતપેદાશોના પરિવહન પર પણ અસર થઈ છે.

સ્થાનિક રહીશોએ આ સમસ્યાઓ અંગે તંત્રને અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ ઠોસ પગલા લેવામાં આવ્યા નથી. ગામજનોની માંગ છે કે તાત્કાલિક ધોરણે રસ્તાઓનું સમારકામ કરવામાં આવે અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી તેમની રોજિંદી પ્રવૃત્તિઓ સરળતાથી ચાલી શકે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande