ગીર સોમનાથ 28 જુલાઈ (હિ.સ.) આજરોજ વેરાવળ ખાતે તારીખ ૨૮/૭/૨૦૨૫ ના રોજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ પાટણસોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા તથા અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખકિશોરભાઈ કુહાડા દ્વારા વર્ષોની પરંપરાગત મુજબ શ્રાવણ માસના પ્રથમ સોમવારે હિરણ નદી કાઠે આવેલ શ્રી શીતળા માતાના મંદિરે બ્રાહ્મણોને સાથે રાખીને પૂજા વિધિ આરતી ધ્વજારોહણ તથા મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા, ઉપ પટેલ બાબુભાઈ આગિયા, મંત્રી નારણભાઈ વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, વેરાવળ મચ્છીમાર બોટ એસોસિએશનના ઉપ પ્રમુખ બાલાભાઈ કોટીયા, હરિભાઈ સુયાણી, તેમજ ખારવા સમાજના પંચ પટેલ આગેવાન ઓ, તથા બહોળી સંખ્યામાં ખારવા સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી અને મહાપ્રસાદનું લાભ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ