ગીર સોમનાથ 28 જુલાઈ (હિ.સ.) જુનાગઢ જિલ્લાના માળીયાહાટીનાના પાણીધ્રા ગામ ખાતે પ્રાથમિક શાળામાં જૂનાગઢની કે જે હોસ્પિટલ લાઈફ લાઈન બ્લડ સેન્ટરના સંયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં પાણીધ્રા પ્રાથમિક શાળાનો સ્ટાફ તેમજ ગામ લોકો તેમજ બહારગામ થી કુકસ વાળા માળીયાહાટીના મૂકતુપુર સહિતના ગામ લોકોએ આ કેમ્પમાં જોડાઈ અને બ્લડ ડોનેશન કર્યું હતું અને કુલ 181 સીસી બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સરપંચ હરેશભાઈ ડાભી તેમજ માજી સરપંચ આનંદ બાપુ રાજુભાઈ આહીર સુરેશભાઈ કાળુભાઈ જેસાભાઇ ગીરીશભાઈ આગેવાનો અને કે જે હોસ્પિટલના સ્ટાફ દ્વારા જ મહેનત ઉઠાવવામાં આવી હતી આ કેમ્પમાં કુકસવાડા માળીયા મુકતુપૂરના લોકો જોડાય અને 181 સી.સી . રક્ત એકત્ર કર્યું હતું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ