ગીર સોમનાથ 28 જુલાઈ (હિ.સ.) ગ્રામ પંચાયત દ્વારા આજ રોજ ગામની વિવિધ શેરીઓ અને રસ્તાઓ પર વિશેષ સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી. હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે પાણી ભરાવા અને ગંદકીના કારણે વિવિધ રોગચાળો ફેલાવાની શક્યતા રહે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગામમાં રોગચાળો ન ફેલાય અને આરોગ્યની હાની ન થાય તે હેતુથી આ સાફ-સફાઈ અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું છે.
ગ્રામ પંચાયત દ્વારા જાહેર સ્થળોએ ડસ્ટબીન મુકવામાં આવ્યા છે અને સફાઈ કામદારો દ્વારા શેરી રસ્તાઓ, અને આસપાસના વિસ્તારોમાં સંપૂર્ણ સફાઈ કરી આપવામાં આવી છે. ગામજનોમાં પણ સ્વચ્છતાના મુદ્દે જાગૃતિ આવે અને દરેક વ્યક્તિ પોતાનું ફરજ સમજી સ્વચ્છતા જાળવે એ હેતુથી આ પ્રયાસ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ