જામનગર : નોકરી ઉપર ન આવવા છતાં કર્મચારીને હાજર બતાવી રૂ.89 હજારની ઉચાપત કરાઈ
જામનગર, 28 જુલાઈ (હિ.સ.) : જામનગરની સરકારી જી.જી.હોસ્પીટલમાં ખાનગી કંપનીના આઉટસોર્સના કોન્ટ્રાક કર્મચારી સેનેટરી ઇન્સપેકટર અને હોસ્પીટલના વર્ગ-૪ના કર્મીએ અન્ય એક આઉટસોર્સ કર્મચારી નોકરી પર આવતો ન હોવા છતા હાજરીમાં ચેડા કરી સાત મહિનાનો રૂ.૮૯ હજારનો પગ
ફ્રોડ


જામનગર, 28 જુલાઈ (હિ.સ.) : જામનગરની સરકારી જી.જી.હોસ્પીટલમાં ખાનગી કંપનીના આઉટસોર્સના કોન્ટ્રાક કર્મચારી સેનેટરી ઇન્સપેકટર અને હોસ્પીટલના વર્ગ-૪ના કર્મીએ અન્ય એક આઉટસોર્સ કર્મચારી નોકરી પર આવતો ન હોવા છતા હાજરીમાં ચેડા કરી સાત મહિનાનો રૂ.૮૯ હજારનો પગાર મેળવી સરકાર સાથે વિશ્ર્વાસઘાત કરતા મામલો પોલીસમાં પહોચ્યો છે જયાં સેનેટરી ઇન્સ. સહિત બે સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા આઉટસોર્સના બે કર્મીએ પગાર બીલના નાણાં ટ્રાન્સફર કરીને ઉચાપત કરી હતી ઉપરાંત હંગામી કર્મચારીઓ વચ્ચે પણ બબાલ થઇ હતી.

જી.જી. હોસ્પીટલના આરએમઓ ડો.પ્રમોદકુમાર સકસેનાએ ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં એમ.જે. સોલંકી કંપનીના આઉટસોર્સ કોન્ટ્રાકના કર્મચારી સેનેટરી ઇન્સપેકટર મકસુદ પઠાણ અને જી.જી. હોસ્પીટલના વર્ગ-૪ના કર્મચારી રાજેન્દ્રસિંહ ધીરૂભા જાડેજા આ બંનેની સામે ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૧૬(૫), ૬૧(૨) એ મુજબ ફરીયાદ નોંધાવી છે.

જે અંગેની વિગતો મુજબ આરોપી જામનગર જી.જી. હોસ્પીટલમાં સેનેટરી ઇન્સપેકટર ઓફીસમાં નોકરી કરતો હોય દરમ્યાન ગુનાહીત કાવતરૂ રચીને પોતાના હોદાનો દુરૂપયોગ કરી આઉટસોર્સના કર્મચારી કિશન જગદીશભાઇ ગઢવી કે જેઓ નોકરી પર આવતા ન હોય તેમ છતા આરોપી રાજેન્દ્રસિંહે તેમની ખોટી હાજરી પુરી હતી અને સેનેટરી ઇન્સ. મકસુદ પઠાણ હાજરી પત્રકો બનાવી તેમા સહી કરીને માસિક પગાર રૂ. ૧૨૮૩૯ લેખે કુલ ૭ મહિનાનો પગાર રૂ. ૮૯૮૭૩નું પગાર બીલ જી.જી. હોસ્પીટલની વહિવટી કચેરી ખાતેથી મંજુર કરાવ્યુ હતું.

આ રીતે પગાર બીલ મંજુર કરાવીને સરકારી નાણાં મેળવી સરકાર સાથે ગુનાહીત વિશ્ર્વાસઘાત કર્યો હતો. ૧-૫-૨૪થી નવેમ્બર-૨૪ સુધી આ બનાવ બન્યાનું ફરીયાદમાં જણાવવામાં આવ્યુ છે. વિધિવત બંને કર્મી સામે ફરીયાદ થતા પીએસઆઇ ગઢવી તપાસ ચલાવી રહયા છે. મામલો પોલીસમાં પહોચતા જી.જી. હોસ્પીટલ વર્તુળોમાં ચકચાર મચી જવા પામી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT


 rajesh pande