જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગ બાળકો માટે, તા.૨૯ અને ૩૦ જુલાઈના સાધન સહાય કેમ્પ યોજાશે
જૂનાગઢ 28 જુલાઈ (હિ.સ.) સમગ્ર શિક્ષા આઈ.ઈ.ડી. યુનિટ ગાંધીનગર પ્રેરિત સમગ્ર શિક્ષા જુનાગઢ આયોજિત દિવ્યાંગ બાળકોના મેગા એસેસમેન્ટ નિદાન કેમ્પનું આયોજન આગામી ૨ દિવસ દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કરવામાં આવશે. NEP ૨૦૨૦ ને પાંચ વર્ષ પૂર્ણ થતા યોજાય
જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગ બાળકો માટે, તા.૨૯ અને ૩૦ જુલાઈના સાધન સહાય કેમ્પ યોજાશે


જૂનાગઢ 28 જુલાઈ (હિ.સ.) સમગ્ર શિક્ષા આઈ.ઈ.ડી. યુનિટ ગાંધીનગર પ્રેરિત સમગ્ર શિક્ષા જુનાગઢ આયોજિત દિવ્યાંગ બાળકોના મેગા એસેસમેન્ટ નિદાન કેમ્પનું આયોજન આગામી ૨ દિવસ દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કરવામાં આવશે.

NEP ૨૦૨૦ ને પાંચ વર્ષ પૂર્ણ થતા યોજાય રહેલા સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ અન્વયે તારીખ ૨૮/૭/૨૦૨૫ ના રોજ કેશોદ બી.આર.સી ભવન ખાતે સાધન સહાય કેમ્પ યોજાયો હતો. જેમા કેશોદ,માળિયાહાટીના અને માંગરોળ તાલુકાના દિવ્યાંગ બાળકોએ સાધન સહાય કેમ્પનો લાભ લીધો હતો.

તા.૨૯/૭/૨૦૨૫ના રોજ બીઆરસી ભવન, વિસાવદર ખાતે કેમ્પ યોજાશે. જેમાં સમાવિષ્ટ તાલુકા વિસાવદર,ભેંસાણ,મેંદરડાનો સમાવેશ થાય છે. જયારે તા.૩૦/૭/૨૦૨૫ના રોજ જૂનાગઢ બીઆરસી ભવન, બિલખા રોડ,જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે યોજાશે. જેમાં જૂનાગઢ ગ્રામ્ય, જૂનાગઢ કોર્પોરેશન, વંથલી,માણાવદર તાલુકાના દિવ્યાંગ બાળકો લાભ લઈ શકશે.

સમગ્ર શિક્ષા જૂનાગઢના ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડીનેટર લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન નીચે યોજાઈ રહેલા આ કેમ્પમાં બાલવાટિકા થી ધોરણ ૧૨ સુધીના સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ભણતા દિવ્યાંગ બાળકો લાભ લઈ શકશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande