જૂનાગઢ જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓને ૧૬૬ શિક્ષકો મળ્યા સ્વામિનારાયણ જ્ઞાનબાગ ગુરુકુલ ખાતે નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ 28 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના ૧૬૬ ઉમેદવારોને ભલામણ પત્ર તથા નિમણૂક હુકમ આપવા માટેનો કાર્યક્રમ આજ રોજ જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે યોજાયો હતો. સ્વામિનારાયણ જ્ઞાનબાગ ગુરુકુલ ખાતે શિક્ષણ સહાયક ભલામણ પત્ર-નિમણૂક પત્ર વિતર
માધ્યમિક શાળાઓને ૧૬૬ શિક્ષકો


જૂનાગઢ 28 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના ૧૬૬ ઉમેદવારોને ભલામણ પત્ર તથા નિમણૂક હુકમ આપવા માટેનો કાર્યક્રમ આજ રોજ જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે યોજાયો હતો.

સ્વામિનારાયણ જ્ઞાનબાગ ગુરુકુલ ખાતે શિક્ષણ સહાયક ભલામણ પત્ર-નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૂનાગઢ જિલ્લાની માધ્યમિક શાળાઓમાં ૧૬૬ શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે નવ નિયુક્ત શિક્ષકોને સંપૂર્ણ કર્તવ્ય નિષ્ઠાથી ફરજ બજાવી કેળવણી ઘડતર દ્વારા દેશ માટે આદર્શ નાગરિકો તૈયાર કરવાની અપીલ જિલ્લા શિક્ષણાધિકારી લત્તાબેન ઉપાધ્યાય એ કરી હતી. આ પ્રસંગે માન્ય તમામ સંઘના પ્રમુખશ્રી મંત્રીશ્રી શાળાના સંચાલક મંડળ તથા આચાર્ય ઉપસ્થિત રહયા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની સમગ્ર ટીમ દ્વારા આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડવા જહેમત ઉઠાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande