નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.) કલર્સ ટીવીના લોકપ્રિય રિયાલિટી શો 'લાફ્ટર શેફ 2' એ આ વખતે પણ
દર્શકોને હસાવ્યા અને તેમને ખૂબ આકર્ષિત કર્યા. સ્પર્ધકોએ તેમના અદ્ભુત કોમિક
ટાઇમિંગથી, લાખો દિલો પર રાજ કર્યું, તો બીજી તરફ, તેમની શાનદાર રસોઈ કુશળતાથી, લાંબી રાહ અને રોમાંચક
સ્પર્ધાઓ પછી, શોને આખરે તેનું
વિજેતા કપલ મળ્યું છે. ચાહકો આ વખતે સેલેબ કુકિંગ શોની ટ્રોફી કોણ જીતશે તે જાણવા
માટે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે પડદો ઉંચો થઈ ગયો છે. કરણ કુન્દ્રા અને
એલ્વિશ યાદવની જોડીએ તેમના શાનદાર પ્રદર્શનના આધારે, 'લાફ્ટર શેફ 2' ની ટ્રોફી જીતી
છે.
'લાફ્ટર શેફ સીઝન 2' ના ગ્રાન્ડ ફિનાલેમાં, ત્રણ કપલ અંકિતા લોખંડે-વિકી જૈન, કરણ
કુન્દ્રા-એલ્વિશ યાદવ અને અલી ગોની-રીમ શેખ સામસામે હતા. પરંતુ અંતે, જબરદસ્ત પ્રદર્શન
અને પ્રેક્ષકોના પ્રેમના આધારે, કરણ અને એલ્વિશની જોડીએ, અન્ય બે જોડીઓને પાછળ છોડી દીધી
અને વિજેતાની ટ્રોફી પર કબજો જમાવ્યો. કલર્સ ચેનલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર,
વિજેતા જોડીની તસવીરો શેર કરી છે.જેમાં કરણ અને
એલ્વિશ હાથમાં ટ્રોફી સાથે ખુશીથી નાચતા જોવા મળે છે. વિજયની ચમક અને બંનેના ચહેરા
પર મોટું સ્મિત ચાહકોના દિલ જીતી રહ્યું છે.
વિજય પછી એલ્વિશ યાદવ- શોની જીત પછી, એલ્વિશ યાદવે
સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી અને લખ્યું, જ્યારે મેં આ
શોમાં જોડાવાનું નક્કી કર્યું, ત્યારે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, મને તમારા બધા
તરફથી આટલો પ્રેમ મળશે. મારી પાસે શબ્દો નથી કે હું તમારા બધાનો કેટલો આભારી છું.
તમે મને જે દયા, પ્રેમ અને ટેકો
આપ્યો તે ખરેખર અજોડ છે.
ચાલો આપને જણાવી દઈએ કે, એલ્વિશ અને કરણની
જોડીએ ફક્ત તેમની અદ્ભુત રસોઈના આધારે જ નહીં, પરંતુ તેમની સ્ટાઇલિશ શૈલી અને
મનોરંજનના આધારે પણ 'લાફ્ટર શેફ 2' ટ્રોફી જીતી છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે /
રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ