પોરબંદર, 28 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા ભાજપ- યુવા મોરચા દ્વારા 26માં કારગિલ વિજય દિવસ નિમિત્તે પોરબંદર શહેર માં આવેલ શહીદો તથા મહાપુરુષો ની પ્રતિમા ને સાફ સફાઈ કરી પુષ્પાંજલી કરવામાં આવી હતી અને સાથે શહીદ પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, જિલ્લા યુવા મોરચા પ્રમુખ લક્કીરાજસિંહ વાળા, શહીદ નાગાર્જુન પરિવારના સંદીપભાઈ સિસોદીયા, કાર્યક્રમના ઇન્ચાર્જ તુલસીભાઈ વાઘેલા અને રાજ પોપટ, પોરબંદર જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ આવડાભાઈ ઓડેદરા, પોરબંદર જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ મીતાબેન થાનકી,મનસુખભાઈ વ્યાસ, હર્ષભાઈ રૂઘાણી, આનંદભાઈ નાંઢા, શિવરાજસિંહ જાડેજા, જયભાઈ લોઢિયા, રાહુલભાઈ કક્કડ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya