પોરબંદર પોલીસ દ્વારા ફેકટરી ખાતે કાયદાકીય સેમિનાર યોજાયો
પોરબંદર, 28 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ મહિલાઓ માટે કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજવામાં આવે છે ત્યારે હાર્બર મરિન પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા સિલ્વર સ્ટાર સી ફૂડ ખા
પોરબંદર પોલીસ દ્વારા ફેકટરી ખાતે કાયદાકીય સેમિનાર યોજાયો.


પોરબંદર પોલીસ દ્વારા ફેકટરી ખાતે કાયદાકીય સેમિનાર યોજાયો.


પોરબંદર, 28 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ મહિલાઓ માટે કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજવામાં આવે છે ત્યારે હાર્બર મરિન પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા સિલ્વર સ્ટાર સી ફૂડ ખાતે કામ કરતી મહિલાઓ માટે કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ દ્વારા બહેનોને નવા કાયદાઓ, પોક્સો એક્ટ, ઈમર્જન્સી હેલ્પલાઈન 100 અને 112, સાઇબર ફ્રોડ અને તેનાથી બચવાના ઉપાયો, મહિલા અભયમ હેલ્પલાઇન 181, ચિલ્ડ્રન હેલ્પલાઇન 1098 વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કામગીરીમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.ડી.સાળુંકે, UHC એન.એમ. ખેર, UPC કે.કે.ઓડેદરા, WPC એસ.બી. રાઠોડ તથા WALR કે.બી.ગોઢાણીયા જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande