પોરબંદરમાં જીવદયાપ્રેમી સામે થયેલ ફરિયાદ મુદ્દે સંસ્થાઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર.
પોરબંદર, 28 જુલાઈ (હિ.સ.)પોરબંદર મનપા સંચાલિત ઓડેદર ખાતેની ગૌશાળામાં ગૌવંશની યોગ્ય જાળવણી થતી નથી આ મુદે જીવદયા પ્રેમીઓ દ્રારા મનપાને રજુઆત કરવામા આવી આ મુદે જીવદયા પ્રેમી સામે પોલીસ ફરીયાદ કરવામા આવી હતી જેને પગલે મહેર શકિત સેના, વીર માજી સૈનિક સંગઠ
પોરબંદરમાં જીવદયાપ્રેમી સામે થયેલ ફરિયાદ મુદ્દે સંસ્થાઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર.


પોરબંદરમાં જીવદયાપ્રેમી સામે થયેલ ફરિયાદ મુદ્દે સંસ્થાઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર.


પોરબંદર, 28 જુલાઈ (હિ.સ.)પોરબંદર મનપા સંચાલિત ઓડેદર ખાતેની ગૌશાળામાં ગૌવંશની યોગ્ય જાળવણી થતી નથી આ મુદે જીવદયા પ્રેમીઓ દ્રારા મનપાને રજુઆત કરવામા આવી આ મુદે જીવદયા પ્રેમી સામે પોલીસ ફરીયાદ કરવામા આવી હતી જેને પગલે મહેર શકિત સેના, વીર માજી સૈનિક સંગઠન અને મહેર હિત રક્ષક સમિતિ દ્રારા કલેકટરને આવેદન પત્ર આપી યોગ્ય કરવાની માંગણી કરી હતી. આવેદનમાં એવી રજુઆત કરવામાં આવી હતી કે પોરબંદર મનપા સંચાલિત ઓડદર ખાતેની ગોશાળા રાખવામાં આવે છે,જયા ગૌશાળામાં હાલ 600 થી 700 નંદી રાખવામાં આવેલ હોય અને કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા નહીં હોવાથી અનેક ગૌવંશ રિબાઈને મોતને ભેટે છે,આ ગૌશાળામાં ગૌવંશ માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં પોરબંદર જીવદયા પ્રેમીઓ પાંચ વર્ષથી પોરબંદર નગરપાલિકા અને હાલની પોરબંદર મહાનગરપાલિકા પાસે લેખિત અને મૌખિક રજૂઆતો કરી લડત આપી રહ્યાં છે.પરંતુ પ્રાથમિક સુવિધા ઉભી કરવાને બદલે પાલિકાએ ગામડા માંથી ક્રૂરતાપૂર્વક ગૌવંશ ભરી પાલિકા સંચાલિત ગૌશાળાએ લાવતાં જીવદયા પ્રેમીઓએ પોરબંદર ની પાલિકા પાસે પહેલાં નગરપાલિકા સંચાલિત ગૌશાળામાં સુવિધાઓ ઉભી કરવા તથા અન્ય પાંજરાપોળમાં કે જે ગૌશાળા સરકારી ગ્રાન્ટ લેતી હોય અને સુવિધાઓ હોય ત્યાં મુકોની રજૂઆત કરી ગૌવંશને ભરેલી ટ્રોલી મહાપાલિકા ખાતે લઈ પ્રેસ મીડિયાની હાજરીમાં અને ફેશબુક લાઈવ રજૂઆત કરતાં પાલિકા કર્મચારીએ 9 જીવદયા પ્રેમીઓ લીલુબેન ભુતીયા,ડો નેહલબેન કારાવદરા, રમેશભાઈ ઓડેદરા,ભીમભાઈ રાતીયા અમિતભાઈ, રાજુભાઈ શર્મા દિનેશભાઈ માળી તેમજ બે અજાણ્યા શખ્સો વિરુધ્ધ ગંભીર ધારાઓ હેઠળ ખોટી ફરિયાદ નોધાયેલ છે જે બાબતે મહેર શક્તિ સેના, વીર માજી સૈનિક સંગઠન, મહેર હીત રક્ષક સમિતિ દ્વારા જીલ્લા કલેકટરને રજુઆત કરી યોગ્ય કરવા વિનંતી કરી જીવદયા પ્રેમીઓ મુંગા અબોલ પશુઓના મુદે રજુઆત કરવા માટે ગયા હતા તેમની સામે ફરીયાદ નોધવામાં આવી છે. તે યોગ્ય ન હોવાની રજુઆત કરવામા આવી હતી આવેદન પત્રના કાર્યક્રમમાં મોટી સંખ્યામા સંસ્થાના આગેવાનો અને લોકો જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande