લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર અને પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એરિયાનો, શપથગ્રહણ યોજાયો
હોદ્દેદારોને તેમની કામગીરી સંગીતના સથવારે બતાવવામાં આવી હતી પ્રમુખ, ઉપપ્રમુખ અને જવાબદારી આવ્યા પછી સરળ કેમ બની રહેવું તે અંગે વિસ્તૃત જાણકારી અપાય વૈદેહી અને યામીએ તેના પિતાનો પરિચય અને મહત્વતા ગીત ગાઈને રજૂ કરી હતી ભરૂચ 28 જુલાઈ (હિ.સ.)
લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર અને પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એરિયાનો શપથગ્રહણમ યોજાયો


હોદ્દેદારોને તેમની કામગીરી સંગીતના સથવારે બતાવવામાં આવી હતી

પ્રમુખ, ઉપપ્રમુખ અને જવાબદારી આવ્યા પછી સરળ કેમ બની રહેવું તે અંગે વિસ્તૃત જાણકારી અપાય

વૈદેહી અને યામીએ તેના પિતાનો પરિચય અને મહત્વતા ગીત ગાઈને રજૂ કરી હતી

ભરૂચ 28 જુલાઈ (હિ.સ.)

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર અને પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા શપથગ્રહણમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં લાયન મોના દેસાઈ ડિસ્ટ્રીક્ટ ગવર્નર પીએમજેએફ દ્વારા નવનિર્મિત પ્રમુખ ઉપપ્રમુખ તેમજ તેમની આખી કમિટીને શપથ લેવડાવ્યા હતા. જેમાં લાયન બાલકૃષ્ણ તેરૈયાને લાયન્સ ક્લબ ઓફ પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા જ્યારે લાયન્સ ક્લબ અંકલેશ્વર સીટીના પ્રમુખ તરીકે એડવોકેટ કલ્પેશકુમાર રાણાની નિમણૂક કરી હતી. શપથ ગ્રહણમ કાર્યક્રમ અંતર્ગત સર્વે હોદ્દેદારોને તેમની કામગીરી સંગીતના સથવારે બતાવવામાં આવી હતી.તેમજ તેમને ક્યાં કઈ રીતે વર્તન કરવાનું તેનું પણ માર્ગદર્શન કરવામાં આવ્યું હતું.

શપથગ્રહણમના ગેસ્ટ ઓફ હોનર લાયન પરેશ પટેલ પીએમજેએફ મલ્ટીપલ કાઉન્સિલ સેક્રેટરી, મુખ્ય મહેમાન તરીકે જય તેરૈયા નોટિફાઇડ એરીયા બીજેપી પ્રમુખ , એજ્યુકેશન કમિટીના ચેરમેન વિરલબેન મકવાણા અને જોન ચેરમેન ચારર્મીબેન પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande