પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
પોરબંદર, 28 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરીના અધ્યક્ષ સ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ નેશનલ હાઇવે ઓથોરિટી, જમીન ફાળવણી સહિતના રજૂ થયેલ પ્ર
પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ.


પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ.


પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ.


પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ.


પોરબંદર, 28 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરીના અધ્યક્ષ સ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ નેશનલ હાઇવે ઓથોરિટી, જમીન ફાળવણી સહિતના રજૂ થયેલ પ્રશ્નો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવા માટે જમીન ફાળવણીની પ્રક્રિયા સહિતની જરૂરી કાર્યવાહી ઝડપી કરવા માટે સબંધિત વિભાગના અધિકારીઓને સૂચન કર્યું હતું. પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી દ્વારા વિવિધ વિભાગ અને કચેરીઓના આંતરિક સંકલનના પ્રશ્નો સાંભળી યોગ્ય સૂચન આપવામાં આવ્યા હતા. અને રાજ્યકક્ષાઓ 15 મી ઓગસ્ટનો કાર્યક્રમ અન્વયે તમામ વિભાગો આંતરિક સંકલન કરી ઝડપી કામગીરી હાથ ધરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી.

બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરિટી હેઠળના નવા બનનારા સર્વિસ રોડ અને અંડરપાસ અંગે પ્રગતિની સ્થિતિ જાણી અવરોધક પ્રશ્નોના નિરાકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોરબંદર તાલુકાના સીમાણી અને ચિંગરીયા ગામે સરકારી માધ્યમિક શાળા માટે જમીન ફાળવવા બાબત, માધવપુર કન્યા શાળાના મકાન માટે જમીનની ફાળવણી બાબતે, જિલ્લામાં કાયમી લેબરકોર્ટ, કાવેરી હોટેલ નજીકથી પસાર થતી રેલવે ટ્રેક અને જુની લાખાણી પ્રાથમિક શાળા (એમડી. સાયન્સ કોલેજ નજીક) વચ્ચે આવેલ ખુલ્લી જમીન અને એચ.એમ.પી. સ્પોર્ટસ ક્લબની જુની પડતર ઈમારતની કસ્ટડીમાં લેવા તેમજ વોકીંગ અને સાયકલ ટ્રેક બનાવવા અંગેની પ્રક્રિયાના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતાં.

વધુમાં મંત્રી, સંસદ સભ્ય અને ધારાસભ્યના પ્રશ્નોના સમયમર્યાદામાં નીકરરણ, વિવિધ વિભાગના આંતરિક સંકલનના પ્રશ્નો, એ.જી. ઓડિટના વાંધાઓના નિકાલ, અંગે બાકી અંગે, સરકારી લેણાની વસૂલાત અંગે, તુમાર સેન્સસની વિગતો, કર્મચારીઓના પેન્શન કેસ અને માહિતી માંગવાના અધિકાર હેઠળ આવેલ અરજીઓના નિકાલ અંગે સમીક્ષા કરવામાં આવી હતી અને માર્ગદર્શક સૂચન આપવામાં આવ્યા હતા.

આ સંકલન બેઠકમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, પોરબંદર મહાનગર પાલિકા કમિશનર એચ.જે. પ્રજાપતિ, ઇન્ચાર્જ નાયબ વન સંરક્ષક રવિપ્રસાદ,નિવાસી અધિક કલેક્ટર જે બી વદર, ઇન્ચાર્જ પુરવઠા અધિકારી પ્રતિક જાખડ, જિલ્લા આયોજન અધિકારી જે સી ઠાકોર, પોરબંદર પ્રાંત અધિકારી સંદિપ જાદવ, કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજીત્રા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એલ.વાઘાણી સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande