મહેસાણા, 28 જુલાઈ (હિ.સ.)લાખવડ ગામની શાળામાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત 800 જેટલા રોપાંનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, SMC સભ્યો અને વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ પર્યાવરણ વિષયક ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈ પ્રકૃતિ સાથેના સંબંધને દર્શાવતાં સુંદર ચિત્રો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ વનસ્પતિની મહત્તા વિષે પોતાના વિચારો પણ વ્યક્ત કર્યા.
આ કાર્યક્રમમાં BRC CO. ઇલિયાસભાઈ સાઇલબ, SMC કમિટિના શિક્ષણવિદ બાલકૃષ્ણભાઈ નાયક, CRC CO. અનિલભાઈ દવે તથા એનોંડ ફાઉન્ડેશનના પ્રતિનિધિ વિજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા. SMC ના તમામ સભ્યો અને શાળા પરિવારના સહકારથી લાખવડ શાળામાં સુંદર રીતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
શાળાના દરેક વિદ્યાર્થી અને વાલીગણને રોપાં આપવામાં આવ્યા હતા અને તેમને પોતાનાં ઘરમાં માતા સાથે વૃક્ષારોપણ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ પોતાના છોડને સંવાળવાની, ઉછેરવાની અને સાચવવાની જવાબદારી લીધી હતી. આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ સફળ રહ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR