પોરબંદર, 28 જુલાઈ (હિ.સ.) : શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે ભાવિકો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી શકે તે માટે શ્રાવણ માસના પ્રથમ સોમવાર થી પોરબંદર એસ.ટી. ડેપો દ્વારા વ્હેલી સવારે 05:00 કલાકે પોરબંદરથી સોમનાથ જવા માટે એક વધારાની બસ શરૂ કરવામાં આવી છે. જેમાં સવારે 05:00 કલાકે થી શરૂ કરાયેલી આ બસ પોરબંદર – સોમનાથ રૂટ ની આ બસ સવારે 05:00 કલાકે પોરબંદરથી માધવપુર, માંગરોળ, વેરાવળ થઈને સોમનાથ પહોંચશે, સોમનાથથી પરત 09:00 કલાકે આ રૂટ સોમનાથ - પોરબંદર - દ્વારકા મુજબ જશે અને પોરબંદર થી દ્વારકા જવા માટે બસ 12:45 વાગ્યે ઉપડશે તેમજ દ્વારકા થી પોરબંદર આવવા માટે પણ આ બસ 16:00 કલાકે મળશે.
આ રૂટ પોરબંદર જીલ્લાની મુસાફર જનતા ને પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન યાત્રાધામો માં જવા માટે અતિ સગવડ દાયક હોઇ વધુ માં વધુ મુસાફરોને આ બસનો લાભ લેવા પોરબંદર એસ.ટી. ડેપો મેનેજર પી.બી. મકવાણા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya