ભુજ - કચ્છ, 28 જુલાઈ (હિ.સ.) કચ્છના પ્રવેશદ્વાર આડેસર ખાતે 'એક પેડ માં કે નામ' ઝુંબેશ દ્વારા, પોલીસ સ્ટેશન લાઈનની પાછળના ભાગે અને પોલીસ સ્ટેશનના કંપાઉન્ડ માં વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કુલ 201 પ્રકારના વૃક્ષ વવાયા
પોલીસ મહાનિરિક્ષક ચિરાગ કોરડીયા બોર્ડર રેન્જ પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામ આડેસર પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ.વાળાના માર્ગદર્શન મુજબ ફરી એકવાર આડેસર પોલીસ સ્ટાફ દ્વારા આ કાર્યક્રમ હેઠળ કુલ 201 વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું.
હરિત અને સ્વચ્છ ધરતીનો સંદેશ
“KEEP CALM AND PROTECT THE ENVIRONMENT” જેવા આશયસભર સંદેશ સાથે પર્યાવરણના રક્ષણ તરફ સહકારની ભાવના માટે યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણને જાળવી રાખવો, હવા અને તાપમાનમાં સંતુલન જાળવવું અને આવનારી પેઢી માટે હરિત અને સ્વચ્છ ધરતી આપવી હતી.
પોલીસ સ્ટાફ સાથે પોલીસ પરિવારના સભ્યો તેમજ નાના ભુલકાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને “વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો” જેવા સૂત્રો સાથે પર્યાવરણની જાળવણી અંગે જાગૃતિ ફેલાવી હતી.
કાયદો વ્યવસ્થા સિવાયની ભૂમિકા ભજવી
આ કાર્યક્રમ દ્વારા આડેસર પોલીસે માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પણ પર્યાવરણ જાળવણીમાં પણ પોતાની સક્રિય ભૂમિકા નિભાવી હોવાનું, ફરી એક વાર ઉદાહરણ પૂરું પાડ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA