બેગ લેસ ડેની સર્જનાત્મક ઉજવણી, રાપરની સલારી કન્યા શાળાની છાત્રાઓએ કર્યું વૃક્ષારોપણ
ભુજ - કચ્છ, 28 જુલાઈ (હિ.સ.) : રાપરની સલારી કન્યાશાળા ખાતે બેગ લેસ ડે ના દિવસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણની જાળવણીનો હેતુ શિક્ષણ વિભાગના આદેશ અનુસાર દર શનિવારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળામાં બેગ લઈ આવવાના નથી. એટ
સલારીમાં કન્યાઓએ કર્યું વૃક્ષારોપણ


ભુજ - કચ્છ, 28 જુલાઈ (હિ.સ.) : રાપરની સલારી કન્યાશાળા ખાતે બેગ લેસ ડે ના દિવસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

પર્યાવરણની જાળવણીનો હેતુ

શિક્ષણ વિભાગના આદેશ અનુસાર દર શનિવારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળામાં બેગ લઈ આવવાના નથી. એટલે, આ દિવસે 'બેગ લેસ ડે' કહેવાય છે. આ દિવસે વિવિધ આયોજન કરવામાં આવે છે. આ નિમિત્તે રાપર તાલુકાની સલારી કન્યાશાળા ખાતે બેગ લેસ ડેના દિવસે પર્યાવરણની જાળવણી નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

માહિતી અને તાલીમ અપાય છે

આ અંગે શાળાના શિક્ષિકા મિતલ રાવલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, વિધાર્થીનીઓને વિવિધ પ્રકારની તાલિમ, માહિતી તથા ઉપયોગી માહિતી અંગે તાલીમ અપાય છે. આજના સમયમાં ગ્લોબલ વાતાવરણ સામે રક્ષણ મળે તે માટે શાળાની વિધાર્થિનીઓ તથા શાળા સ્ટાફ ના લીલાબેન, મિતલબેન રાવલ , મહેશભાઈ, વિષ્ણુભાઈ અને સોહીલભાઈ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande