પોરબંદર, 28 જુલાઈ (હિ.સ.)પોરબંદરમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે ભાજપ દ્વારા પુર્વ સૈનિકો અને તેના પરિવારજનોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ.કારગિલ વિજય દિવસ નિમિત્તે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા પુર્વ સૈનિકોનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ,જેમાં મોટી સંખ્યામાં પુર્વ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા,અને તેમના દ્વારા કારગિલ યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યુ હતુ અને શહીદોને યાદ કરી મૌન પાળવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, જિલ્લા યુવા મોરચા પ્રમુખ લકકીરાજસિંહ વાળા,શહેર પ્રમુખ પંકજભાઈ મજીઠીયા,સહિતના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા યુવા મોરચાના મહામંત્રી જગદીશભાઈ બાપોદરા દ્વારા કરવામાં આવ્યુ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya