પાટણ, 28 જુલાઈ (હિ.સ.)રાહી ફાઉન્ડેશન દ્વારા પાટણ તાલુકાના ગવાણા ગામે કાર્યરત દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટને વિવિધ પ્રકારની સહાય આપવામાં આવી છે. ફાઉન્ડેશન દ્વારા ટ્રસ્ટને વૃક્ષ ઉછેર માટે સાધન સહાય પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત, ટ્રસ્ટના કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો.
આ સાથે તાલીમાર્થી બહેનોને છત્રી અને શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી હતી. આંગણવાડીના બાળકોને સ્કૂલ બેગની ભેટ આપવામાં આવી હતી. કેમ્પસ કિચન માટે ચા, ખાંડ અને કોફી જેવી ચીજવસ્તુઓ રાહી ફાઉન્ડેશન તરફથી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, ભદ્રેશ પટેલ, મહેન્દ્ર પટેલ અને માર્કંડ પવાર ઉપસ્થિત રહ્યા હતા. દાતા સહયોગી ભદ્રેશ પટેલ પરિવારનો આ અવસરે આભાર માનવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંકલન અને વ્યવસ્થા સંસ્થાના સંચાલક જયેશ રાવલે સંભાળી હતી, જેમનો પણ વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર