મહેસાણા, 28 જુલાઈ (હિ.સ.) : મહેસાણા શહેરમાં તારીખ 28/07/2024ના રોજ પોલીસ પરમિશન હેઠળ શોભાસણ સૂચિત બાયોગેસ પ્લાન્ટ ના વિરોધમાં મૌન પ્રદર્શન રેલી યોજાઈ હતી. અરજદાર પરમજીભાઈ અનુભાઈ ઠાકોર અને તેમના સહયોગીઓ દ્વારા યોજાયેલી આ રેલીમાં અંદાજે 300 જેટલા લોકો શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે જોડાયા હતા, અને કલેક્ટર કચેરીએ આ બાબતે આવેદનપત્ર પણ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ રેલી શોભાસણમાં રહેલા ડમ્પીંગ ગ્રાઉન્ડ માં બાયોઝ ગેસના વિરોધ દર્શાવવા માટે યોજવામાં આવી હતી જેમાં મુબારક ભાઈ તેમજ અન્ય ભાઈઓ દ્વારા આ રેલીની આગેવાની કરવામાં આવી હતી જેમાં 300 જેટલા લોકો જોડાયા હતા અને શાંતિપૂર્ણ રીતે આ રેલી પૂર્ણ કરવામાં આવી હતી, ત્યાંના રહીશ પ્રવેશ ભાઈ ના જણાવ્યા મુજબ શોભાસણમાં આવેલા ડમ્પીંગ સાઈડ ના કારણે આજુબાજુની 20 થી 22 સોસાયટીમાં 8000 થી વધારે લોકોને વિવિધ પ્રકારની સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો છે, વધુમાં બાયોગેસ પ્લાન્ટ ના કારણે પર્યાવરણ તેમજ લોકો પર થનારી ખરાબ અસરના કારણે લોકોએ ચિંતા વ્યક્ત કરવા માટે આ મૌન રેલી કાઢીને કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR