બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા ની સફળ રજુઆત
બોટાદ 28 જુલાઈ (હિ.સ.) બોટાદ શહેરના વિકાસ માટે એક વધુ મહત્વનો પગલું ભરાયું છે. બોટાદના ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણાની મુખ્યમંત્રીશ્રી સમક્ષ કરાયેલ અસરકારક રજુઆતના પરિણામે હવે બોટાદ શહેરના હ્રદયસ્થળે આવેલ કૃષ્ણસાગર તળાવના સુશોભન માટે વિશેષ યોજના અમલમા
બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા ની સફળ રજુઆત


બોટાદ 28 જુલાઈ (હિ.સ.) બોટાદ શહેરના વિકાસ માટે એક વધુ મહત્વનો પગલું ભરાયું છે. બોટાદના ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણાની મુખ્યમંત્રીશ્રી સમક્ષ કરાયેલ અસરકારક રજુઆતના પરિણામે હવે બોટાદ શહેરના હ્રદયસ્થળે આવેલ કૃષ્ણસાગર તળાવના સુશોભન માટે વિશેષ યોજના અમલમાં મુકાશે.

આ યોજના અંતર્ગત તળાવ ફરતે આર.સી.સી. પાળો બનાવવામાં આવશે જેથી તળાવનું જળસંગ્રહ સ્થીર રહે તથા ઢસકતા કિનારાઓને સથળાઈ આપે. સાથે સાથે તળાવની આસપાસના વિસ્તારનું બ્યુટિફિકેશન કરવામાં આવશે, જેમાં લાઈટિંગ, વોકવે, ગાર્ડન, બેઠક વ્યવસ્થા, ચિલ્ડ્રન ઝોન અને અન્ય સુવિધાઓનો સમાવેશ થશે.

આ યોજનાથી બોટાદના નાગરિકોને મનરંજન તથા આરામદાયક સમય વિતાવા માટે સુંદર જગ્યા મળશે. આ વિકાસ કાર્યો પૂર્ણ થયા બાદ બોટાદનું કૃષ્ણસાગર તળાવ અમદાવાદના કાકરિયા તળાવ જેવી આકર્ષક સફરસ્થળ રૂપે ઊભરી રહેશે.

આ મહત્વકાંક્ષી યોજનાથી બોટાદના સૌંદર્યમાં વધારો થશે તેમજ સ્થાનિકો માટે આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ માટે પણ ઉત્તમ પ્લેસ ઉભું થશે. ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણાએ રાજ્ય સરકાર સમક્ષ બોટાદના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેનાં પરિષ્કારરૂપ આ સફળતા બોટાદની જનતા માટે ગૌરવની બાબત છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande