પોરબંદર જિલ્લામાંથી તડીપાર કરેલ આરોપીને કુતિયાણાથી ઝડપી પાડ્યો.
પોરબંદર, 28 જુલાઈ (હિ.સ.)જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાંજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ પોરબંદર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમો ઉપર વોચ તપાસ રાખવા તથા આવા ઇસમો જીલ્લામાંથી મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ
પોરબંદર જિલ્લામાંથી તડીપાર કરેલ આરોપીને કુતિયાણાથી ઝડપી પાડ્યો.


પોરબંદર, 28 જુલાઈ (હિ.સ.)જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાંજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ પોરબંદર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમો ઉપર વોચ તપાસ રાખવા તથા આવા ઇસમો જીલ્લામાંથી મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના અન્વયે તથા પોરબંદર રાણાવાવ વિભાગ ડી.વાય.એસ.પી. ધવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એન.એન.તળાવીયા માર્ગદર્શન મુજબ કુતિયાણા પોલીસ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ મહેશ મેરામણભાઈ, અક્ષયકુમાર જગતસિંહ તથા વિજય ખીમાણંદભાઈ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો કુતિયાણા પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હકિકત આધારે સબ.ડીવી.મેજિસ્ટ્રેટ કુતિયાણાના હદપારી અન્વયે મીતેશ ઉર્ફે નીતેશ વલ્લભભાઈ લીંબડને તા.15/7/2025 થી 1 વર્ષ માટે પોરબંદર જીલ્લામાંથી હદપાર કરવામાં આવેલ હોય અને મજકુર મીતેશ ઉર્ફે નીતેશ વલ્લભભાઈ લીંબડને કુતીયાણા બાપુનાકા પાસેથી પકડી પાડી મજકુર આરોપી વિરુધ્ધ જી.પી.એક્ટ ક.142 મુજબ ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એન.એન.તળાવીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એચ.જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશ મેરામણભાઈ અક્ષયકુમાર જગતસિંહ, વિજય ખીમાણંદભાઈ, અશિશ્વન વેજાભાઈ, યશપાલસિંહ નટુભા વગેરે હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande