માછીમારોને ઓટીપી વેરિફિકેશન મુદ્દે સરકારે માનવીય વલણ દાખવ્યું.
પોરબંદર, 28 જુલાઈ (હિ.સ.)અગામી 15 ઓગસ્ટથી શરૂ થનાર માછીમારીની નવી સીઝન પૂર્વે ગુજરાત રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા દરિયાઇ સુરક્ષાને લઇને નવી એસ.ઓ.પી. (સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર) જાહેર કરવામાં આવી હતી. જેના અંતર્ગત દર બોટમાં જનાર ટંડેલ, ખલાસીઓ
માછીમારોને ઓટીપી વેરિફિકેશન મુદ્દે સરકારે  માનવીય વલણ દાખવ્યું.


પોરબંદર, 28 જુલાઈ (હિ.સ.)અગામી 15 ઓગસ્ટથી શરૂ થનાર માછીમારીની નવી સીઝન પૂર્વે ગુજરાત રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા દરિયાઇ સુરક્ષાને લઇને નવી એસ.ઓ.પી. (સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર) જાહેર કરવામાં આવી હતી. જેના અંતર્ગત દર બોટમાં જનાર ટંડેલ, ખલાસીઓ માટે આધાર ઓ.ટી.પી. વેરીફીકેશન ફરજીયાત કરવામાં આવ્યુ હતુ. આ નવી પધ્ધતિને લઇને ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પવનભાઇ જીવાભાઇ શીયાળ અને પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશનના યુવા પ્રમુખ મુકેશભાઇ પ્રેમજીભાઇ પાંજરીએ મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઇ પટેલને માચ્છીમારોની પીડા વ્યકત કરી હતી કે,‘બોટમાં કામ કરતા ખલાસીઓ મોટા ભાગે અભણ, રૂરલ એરિયાના મોબાઇલ બાબતે અજાણ હોય છે. તેઓના આધાર કયા નંબર સાથે જોડાયેલા છે.એ યાદ ન હોય અને સ્કીમ આધારિત મોબાઇલ નંબર બદલતા હોવાથી ઓ.ટી.પી. વેરીફીકેશન પધ્ધતિ તેમના માટે દુઃસાધ્ય બને છે.’આ રજુઆત બાદ મત્સ્યોદ્યોગ મંત્રીએ તાત્કાલિક સંવેદનશીલતા દર્શાવી મત્સ્યોદ્યોગ વિભાગના સચિવ સંદિપકુમાર અને મત્સ્યોદ્યોગ કમિશ્નર વિજય ખરાડીને માર્ગદર્શિત કર્યા કે જ્યાં સુરક્ષાના દ્રષ્ટિકોણે શકય હોય ત્યાં આધાર ઓ.ટી.પી. સિવાયની વિકલ્પ પધ્ધતિ અપનાવવામાં આવે. આ નિર્ણય બદલ ગુજરાત ખારવા સમાજ તથા પોરબંદર માછીમાર બોટ એસોસીએશન તરફથી મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઇ પટેલ તથા સચિવ સંદિપકુમાર, કમિશ્નર વિજય ખરાડી અને ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા તથા ગુજરાત પ્રદેશ માચ્છીમાર સેલના કન્વીનર મહેન્દ્રભાઇ જુંગીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. સમગ્ર ગુજરાતના માચ્છીમાર સમુદાયે સરકારની આ તાત્કાલિક પ્રતિસાદી અને માનવીય દ્રષ્ટિકોણ ધરાવતી નીતિની ભાવપૂર્વક પ્રશંસા કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande