સગીરાનું અપહરણ કરનાર, શખ્સ ઝડપાયો.
પોરબંદર, 28 જુલાઈ (હિ.સ.)જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાંજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સુચના આપેલ હોય.જે અનુસંધાને રાણાવાવ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ
સગીરાનું અપહરણ કરનાર શખ્સ ઝડપાયો.


પોરબંદર, 28 જુલાઈ (હિ.સ.)જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાંજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સુચના આપેલ હોય.જે અનુસંધાને રાણાવાવ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના સીધા માર્ગદર્શન મુજબ તા.23/07/2025 ના રોજ રાણાવાવ પોલીસ સ્ટેશન બી.એન.એસ.કલમ 137(2),87,75(2) તથા પોકસો ક.8 મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય અને આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીને કોઇ અજાણ્યો ઇસમ ભગાડી/અપહરણ કરી લઇ ગયેલ હોય જે ગુન્હાની તપાસ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એન.એન.તળાવિયા કરતા હોય અને રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર આર.વી.મોરી તથા રાણાવાવ પોલીસ સ્ટાફના માણસોને ઉપરોકત અનડીટેકટ ગુન્હાના આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવા ખાસ સુચના કરેલ હોય જે અન્વયે ઉપરોકત ગુન્હાના આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા.

દરમ્યાન રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી.મોરી તથા પોલીસ સ્ટાફના માણસોએ હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ એનાલીસીસના આધારે આ કામના આરોપી જયેશ અરભમભાઇ ખીસ્તરીયા રહે બારવાણનેશ તા રાણાવાવ તથા ભોગબનનાર ને શોધી કાઢી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.આ કામગીરીમાં રાણાવાવના પી.આઈ. એન.એન.તળાવિયા તથા પી.એસ.આઈ. આર.વી. મોરી તથા એ.એસ.આઈ. આર.એસ.ઓડેદરા તથા આર.બી.ડાંગર, તથા હેડ કોન્સ્ટેબલ એસ.આર.કરંગીયા, બી.જે.દાસા, તથા પોલીસ કોન્સ્ટેબલ સરમણ દેવાયતભાઇ, સંજય વાલાભાઇ, જયમલ સામતભાઇ, ભરત કાનાભાઇ, કુણાલસિંહ પ્રવિણસિંહ વગેરે રોકાયેલ હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande