પોરબંદરમાં ગેંગરેપ કરનાર, બે શખ્સો જેલ હલાવે: એક પોલીસ રિમાન્ડ પર.
પોરબંદર, 28 જુલાઈ (હિ.સ.)પોરબંદરના વનાણામાં આવેલ વૃન્દાવન પાર્ટીપ્લોટ ખાતે સગીરા ઉપર થયેલ ગેંગરેપના ગુન્હામાં પોલીસે બે આરોપીઓની અટકાયત કરી લીધી હતી અને ન્યાયમૂર્તિના નિવાસસ્થાને રજૂ કરવામાં આવતા બંનેને જેલહવાલે કરી દેવામાં આવ્યા છે તો રવિવારે વધુ એક
પોરબંદરમાં ગેંગરેપ કરનાર બે શખ્સો જેલ હલાવે: એક પોલીસ રિમાન્ડ પર.


પોરબંદરમાં ગેંગરેપ કરનાર બે શખ્સો જેલ હલાવે: એક પોલીસ રિમાન્ડ પર.


પોરબંદરમાં ગેંગરેપ કરનાર બે શખ્સો જેલ હલાવે: એક પોલીસ રિમાન્ડ પર.


પોરબંદરમાં ગેંગરેપ કરનાર બે શખ્સો જેલ હલાવે: એક પોલીસ રિમાન્ડ પર.


પોરબંદરમાં ગેંગરેપ કરનાર બે શખ્સો જેલ હલાવે: એક પોલીસ રિમાન્ડ પર.


પોરબંદર, 28 જુલાઈ (હિ.સ.)પોરબંદરના વનાણામાં આવેલ વૃન્દાવન પાર્ટીપ્લોટ ખાતે સગીરા ઉપર થયેલ ગેંગરેપના ગુન્હામાં પોલીસે બે આરોપીઓની અટકાયત કરી લીધી હતી અને ન્યાયમૂર્તિના નિવાસસ્થાને રજૂ કરવામાં આવતા બંનેને જેલહવાલે કરી દેવામાં આવ્યા છે તો રવિવારે વધુ એક આરોપીને પકડીને રી-કન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું.

*બે શખ્શો જેલહવાલે*

જી.આઈ.ડી.સી. રેસીડેન્સીમાં રહેતા જયરાજ દિલીપ સુંડાવદરા નામના ઇસમે તા.22-7ના રાત્રે સાડાબાર વાગ્યે ફરિયાદીની સગીરવયની દીકરીને નાસ્તો કરવા માટે બહાર જવુ છે. તેમ કહી લલચાવી-ફોસલાવીને તેના જ ઘર બહારથી પોતાની સફેદ રંગની સફારી કારમાં લઇ ગયો હતો. ત્યારબાદ જયરાજ સુંડાવદરા ઉપરાંત મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ અને રાજુ લખમણ મુળીયાસીયા એ સામૂહિક રીતે દુષ્કર્મ આચર્યુ હતુ. કેફી પીણુ પીવડાવ્યા બાદ આ દુષ્કર્મ થયાનું ખૂલ્યું હતુ અને પોલીસે આ બનાવમાં આગળની તપાસ હાથ ધરીને બે શખ્શોની અટકાયત કરી છે.

પોલીસે સમગ્ર ઘટનાક્રમમાં બે ઈસમોને રાઉન્ડઅપ કર્યા હોવાનું જણાવ્યુ હતુ જેમાં સગીરાને ચોપાટી ખાતેથી કાળા રંગની ફોરવ્હીલમાં ગામમાં લઇ જવામાં મદદગારી કરનાર અજાણ્યા ઇસમ તરીકે જણાવાયુ હતુ કે, મેરુ જેઠા સિંધલ હોવાનું બહાર આવ્યુ હતુ અને ગેંગરેપમાં સામેલ એક મલ્હારસિંઘ રઘુવીરસિંઘ ચૌહાણ એમ બન્નેની ધરપકડ થઇ હતી અને ત્યારબાદ તેઓને ન્યાયમૂર્તિના બંગલે રજૂ કરવામાં આવ્યા હતા જ્યાંથી જેલહવાલે થયા છે.

પોરબંદરની એક સગીરાને રાત્રે 12:30 વાગ્યે નાસ્તો કરાવવાની લાલચ આપીને પોરબંદરના ઉદ્યોગ નગર વિસ્તારમાં રહેતો જયરાજ દિલીપ સુંડાવદરા તથા તેના મિત્રો એ આ સગીરાને કેફી પીણું પીવડાવ્યા બાદ ત્રણ ઈસમોએ વનાણા ના ટોલનાકા પાસે આવેલ જયરાજના પિતા દિલીપ સુંડાવદરાના વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ ગયા બાદ ત્યાં ગેંગરેપ આચરવામાં આવ્યો હતો અને સગીરાને સિગરેટના ડામ પણ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ રાત્રિના સમયે ચોપાટીની આજુબાજુમાં ફેરવ્યા બાદ વહેલી સવારે 4:30વાગ્યે તેના ઘરે મૂકી દેવામાં આવી હતી. આ સગીરાના પિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસ હરકતમાં આવી હતી અને ગેંગરેપ માં સંડોવાયેલા ત્રણ આરોપીઓ અને મદદગારી કરનાર એક સહિત ચાર ઇસમોને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં શનિવારે બે આરોપીઓને પકડીને જેલ હવાલે કર્યા બાદ રવિવારે મોડી સાંજે વધુ એક આરોપી રાજુ ઉર્ફે રાજ લખમણ મૂળિયાશિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ સગીરા જેના પરિચયમાં હતી અને જેના વિશ્વાસે ગઈ હતી તે મુખ્ય આરોપી જયરાજ દિલીપ સુંડાવદરા હજુ પણ પોલીસ પહોંચની બહાર છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande