હરિપુરા નજીક ફોર વ્હિલ પલ્ટી મારતા ભરૂચની બે યુવતીઓના ઘટના સ્થળે મૃત્યુ
તંત્રના પાપે ઝઘડિયા તાલુકામાં સપ્તાહ દરમિયાન બીજો જીવલેણ અકસ્માત રોંગ સાઈડથી આવતી ફોર વ્હીલને કારણે મહિલાઓની કાર ડીવાઈડર કૂદી સામે છેડે પલ્ટી મારી ગઈ હતી બિસ્માર રસ્તા બાબતે તંત્રના પાપે નિર્દોષ વાહન ચાલકો જીવ ગુમાવી રહ્યાં છે ભરૂચ 28 જુલાઈ (હ
હરિપુરા નજીક ફોર વ્હિલ પલ્ટી મારતા ભરૂચની બે યુવતીઓના ઘટના સ્થળે મૃત્યુ


હરિપુરા નજીક ફોર વ્હિલ પલ્ટી મારતા ભરૂચની બે યુવતીઓના ઘટના સ્થળે મૃત્યુ


હરિપુરા નજીક ફોર વ્હિલ પલ્ટી મારતા ભરૂચની બે યુવતીઓના ઘટના સ્થળે મૃત્યુ


હરિપુરા નજીક ફોર વ્હિલ પલ્ટી મારતા ભરૂચની બે યુવતીઓના ઘટના સ્થળે મૃત્યુ


તંત્રના પાપે ઝઘડિયા તાલુકામાં સપ્તાહ દરમિયાન બીજો જીવલેણ અકસ્માત

રોંગ સાઈડથી આવતી ફોર વ્હીલને કારણે મહિલાઓની કાર ડીવાઈડર કૂદી સામે છેડે પલ્ટી મારી ગઈ હતી

બિસ્માર રસ્તા બાબતે તંત્રના પાપે નિર્દોષ વાહન ચાલકો જીવ ગુમાવી રહ્યાં છે

ભરૂચ 28 જુલાઈ (હિ.સ.)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ત‍લુકામાંથી પસાર થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર થતાં જીવલેણ અકસ્માતોની સંખ્યામાં તંત્રના પાપે દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે.આ ધોરીમાર્ગ લાંબા સમયથી બિસ્માર બની રહ્યો હોય કેટલાક વાહનચાલકો મજબુરીથી રોંગ સાઇડે જતા હોવા હોવાથી અકસ્માતો થઈ રહ્યા છે .જોકે કેટલાક અકસ્માતોમાં રોંગ સાઇડે જતા વાહનો કારણરૂપ બનતા હોવાનું પણ જોવા મળે છે. અઠવાડિયા અગાઉ ઝઘડિયા નજીક એક બસ અને ઇકો ગાડી વચ્ચેના અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા હતા જ્યારે ગતરોજ સાંજના રાજપારડી ઉમલ્લા વચ્ચે હરિપુરા ગામ નજીક એક ફોર વ્હિલ ગાડી પલ્ટી મારી જતા ફોર વ્હિલમાં બેઠેલ બે યુવકો અને ત્રણ યુવતીઓ પૈકી બે યુવતીઓ ગંભીર રીતે જખ્મી થતાં તેમના સ્થળ ઉપર જ મૃત્યુ થયા હતા.

ભરૂચના વેજલપુર ખાતે રહેતો પિંતેશ કાન્તિભાઇ મિસ્ત્રી ઉ.વર્ષ 21 તેની મંગેતર ફાલ્ગુની વસાવા ઉ.વર્ષ 24 તેમજ પિંતેશનો મિત્ર જેમિશ બાબુભાઈ મિસ્ત્રી તથા જેમિશની પત્ની રીયાબેન મિસ્ત્રી અને જેમિશના નાનાભાઇની પત્ની વંચિતાબેન મિસ્ત્રી ઉ.વર્ષ 22 તમામ રહે.ભરૂચના ફોર વ્હિલમાં રાજપીપલા તરફ જઇ રહ્યા હતા ત્યારે તે દરમિયાન સાંજના સાડા છ વાગ્યાના અરસામાં રાજપારડી ઉમલ્લા વચ્ચે સંજાલી અને હરિપુરા ગામોના પાટિયાં નજીક સામેથી રોંગ સાઇડે એક ફોર વ્હિલ ગાડી આવતા યુવક યુવતીઓને લઇને પુર ઝડપે જતી ફોર વ્હિલ કારના ચાલક જેમિશ મિસ્ત્રીએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા તેની કાર ડિવાઇડર ઉપર ચઢીને સામેની સાઇડે બે ત્રણ પલ્ટી મારી ગઇ હતી. કાર પલ્ટી મારી જતા તેમાં બેઠેલ લોકો પૈકી ફાલ્ગુનીબેન વસાવા અને વંચિતાબેન મિસ્ત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં બન્નેના સ્થળ ઉપર જ કરુણ મૃત્યુ થયા હતા જ્યારે કારમાં સવાર અન્ય બે યુવકો અને એક યુવતી ઇજાગ્રસ્ત થયા હતા.ઇજાગ્રસ્તોને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઇ જવાયા હતા. આ અકસ્માતની ઘટનામાં પણ સામેથી રોંગ સાઇડે આવતું વાહન નિમિત્ત બન્યું હોય એમ તાલુકામાં રોંગ સાઇડે જતા વાહનોના મુદ્દે ફરી એકવાર વિવાદ જોવા મળ્યો હતો. અકસ્માતની આ ઘટના સંદર્ભે પિંતેશ કાન્તિભાઇ મિસ્ત્રીની ફરિયાદ મુજબ ઉમલ્લા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ઝગડિયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ ભ્રષ્ટાચારીઓના પાપે બિસ્માર બન્યો છે.

ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ ભ્રષ્ટાચારીઓના પાપે બિસ્માર બનતા ઉમલ્લાથી અંકલેશ્વર તરફ જતા વાહન ચાલકો મજબૂરીમાં રોંગ સાઇડે વાહનો હંકારી રહ્યાં છે રોંગ સાઇડે વાહનો ચોવીસ કલાક દોડતા તાલુકામાં અકસ્માતો વધતા નિર્દોષ વાહન ચાલકો તેનો ભોગ બની રહ્યાં છે .પાછલા સપ્તાહમાં ઝગડીયાના વાઘપુરા પાસે ઇકો કાર અને એસ.ટી.બસ સામસામે અથડાતા બે યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી તેવામાં રવિવારે બીજો ગોઝારો અકસ્માત રાજપારડી અને ઉમલ્લાની વચ્ચે નોંધાયો હતો .

આ અકસ્માતમાં રાજપારડી તરફથી રાજપીપલા તરફ જતી કારના ચાલકની સામે રોંગ સાઈડમાં આકસ્મિક કોઈક વાહન આવી જતા કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર બે ત્રણ પલ્ટી મારી જતા બે યુવતીઓના કરુણ મોત નીપજ્યા હતા. વર્ષોથી ચોમાસા દરમિયાન ઝગડિયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ ભંગાર હાલતમાં ફેરવાઈ જાય છે. અવારનવાર તાલુકાવાસીઓ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવતી હોય છે છતાં ભરૂચ જિલ્લાના તેમજ ઝગડિયા તાલુકાના તંત્ર દ્વારા કઈ જ અસરકારક પગલાં લેવામાં આવતા નથી.

માર્ગ બિસ્માર બનવાના કારણે ઝગડિયા, રાજપારડી તેમજ ઉમલ્લાના બજારોમાં આવતા ગ્રાહકો પણ આવતા ખચકાતા હોવાથી બજારોમાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળતા વેપારીઓને પણ મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે .ભરૂચ તેમજ તાલુકાનું તંત્ર આળશ ખંખેરી બિસ્માર માર્ગ બાબતે કઈ નક્કર આયોજન કરે તે જરૂરી બન્યું છે.પ્રજાની ધીરજનો હવે અંત આવ્યો છે જ્યારે પ્રજા એક થઈ તેમનો જુવાળ બનશે ત્યારે અધિકારીઓ અને નેતાઓની પણ આવી બનશે .

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande