જામનગર, 28 જુલાઈ (હિ.સ.) : શ્રાવણ માસ દરમિયાન ગુજરાતમાં હિન્દુ સેના દ્વારા ભરપુર ટેકનોલોજીથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન શિવજીની આરાધના કરતા જામનગરના સૈનિકોએ સમાજમાં ધર્મ સંગઠન અને જાગૃતતાને માટે 51,000 હિન્દુ લોકોને ઓનલાઈન ટેકનોલોજી સાથે વોટ્સએપ ના માધ્યમથી ૐ નમઃ શિવાય મંત્ર જાપના મેસેજ સાથે સંપર્ક કરી 5,25,000 (સવા પાંચ લાખ) હિન્દુ લોકો સુધી મેસેજ પહોંચાડવા કુલ 2025 વોટસઅપ ગ્રુપનો અને વધુ ઇન્સ્ટાગ્રુપ તેમજ ફેસબુકનો ઉપયોગ કર્યો છે.
હિન્દુ સેના દ્વારા 21000 શિવજીના મેસેજ facebook, whatsapp, instagram દ્વારા નેપાળ, કેનેડા સહિત વિદેશોમાં પહોંચાડ્યા. ભારત સિવાય ત્રણ દેશોમાં 111 email, 11000 મેસેજ કરેલ. કે જેથી આજ નો યુવાન પણ પાન ના ગલ્લે, લારીએ પોતાના મોબઈલમાં રિલ્સ અને ગેમ માં ખોવાયેલો રહે છે જેને કાફે, પાન ના ગલે કે લારીએ ઉભીને પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શિવભક્તિ કરી શકે છે જે આવતી પેઢીને પ્રેરણા આપે તે હેતુથી હિન્દુ સેનાએ આ કાર્યક્રમ હતો.
જેમાં ગુજરાત હિન્દુ સેના યુવા પ્રમુખ મયુર પટેલ, હિન્દુ સેના સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન, પૂર્ણકાલીન કિશન નંદા, જિલ્લા પ્રમુખ રોહિત ચૌહાણ, કુમાર ચાવલા, ગણેશ ભોજવાણી, પ્રભાત વિજાણી, હેપી પ્રજાપતિ, ગુંજ કાર્યા સહિત ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટની ખાસ ઉપસ્થિતીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT