જામનગરમાં ખોટા ડોક્યુમેન્ટથી રૂ.17.11 લાખની છેતરપિંડીમાં વોન્ટેડ આરોપી પકડાયો
જામનગર, 28 જુલાઈ (હિ.સ.) : જામનગરમાં ખોટા ડોકયુમેન્ટ બનાવીને રૂ.૧૭.૧૧ લાખની છેતરપીંડી કરવાના ગુનામાં ૧૦ માસથી ફરાર આરોપીને એક બાતમીના આધારે પોલીસે પકડી પાડી જરૂરી પુછપરછ માટે રીમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પ
છેતરપિંડી


જામનગર, 28 જુલાઈ (હિ.સ.) : જામનગરમાં ખોટા ડોકયુમેન્ટ બનાવીને રૂ.૧૭.૧૧ લાખની છેતરપીંડી કરવાના ગુનામાં ૧૦ માસથી ફરાર આરોપીને એક બાતમીના આધારે પોલીસે પકડી પાડી જરૂરી પુછપરછ માટે રીમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ. ચાવડાના માર્ગદર્શન મુજબ સ્કોડના માણસો ડ્રાઇવ અનુસંધાને નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી જરૂરી વર્કઆઉટમાં હતા.

દરમ્યાન સ્ટાફના પો.હેડ કોન્સ. પ્રદિપસિંહ જાડેજા, પો.કોન્સ કિશોરભાઇ ગાગીયાને હયુમન સોર્સથી માહીતી મળેલ કે સીટી-એ ડીવીઝનના છેતરપીંડીના ગુનાનો વોન્ટેડ આરોપી રમેશ ચના કરમુર રહે. પ્રમુખ પાર્ક, શીવમ પાર્ટી પ્લોટની બાજુમાં જામનગરવાળો હાલ જામનગર ખાતે આવેલ છે જે હકીકત આધારે આરોપીની શોધખોળ કરતા આરોપી રમેશ કરમુર મળી આવેલ થી ગુનાના કામે અટક કરી આગળની તજવીજ હાથ ધરી છે.

આરોપી રમેશ કરમુરે મોટી વાવડી ગામના સર્વે નં. ૬૮વાળી ૨૧ વીધા ખેતીની જમીનના મુળ માલીકની જાણ બહાર સાહેદોના આધારકાર્ડ, પાનકાર્ડ વગર ખોટા દસ્તાવેજો બનાવી રૂ.૧૭.૧૧ લાખની છેતરપીંડી કરી હતી. સીટી-એ ડીવીઝન ખાતે ફરીયાદ થઇ હતી અને આ ગુનામાં છેલ્લા દસ માસથી વોન્ટેડ આરોપી રમેશને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT


 rajesh pande