બેંગલુરુ, નવી દિલ્હી,29 જુલાઈ (હિ.સ.)
લોકાયુક્ત ટીમોએ મંગળવારે સવારે, કર્ણાટકના અનેક જિલ્લાઓમાં અપ્રમાણસર સંપત્તિના
આરોપસર મોટા પાયે દરોડા પાડ્યા. બેંગલુરુ, હસન,
ચિત્રદુર્ગ, કોડાગુ, ચિકબલ્લાપુર સહિત
અનેક જિલ્લાઓમાં સરકારી અધિકારીઓના ઘરો, ઓફિસો અને ફાર્મ હાઉસ પર આ કાર્યવાહી કરવામાં આવી.
બેંગલુરુ:
શહેરમાં બે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા. દસ્તાવેજોની સઘન
તપાસ ચાલી રહી છે અને વિવિધ વિભાગોના અધિકારીઓ પર નજર રાખવામાં આવી રહી છે.
ચિકબલ્લાપુર:
ગૌરીબિદનુરના ગ્રામીણ પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગના
જુનિયર એન્જિનિયર એમ. અંજનેયમૂર્તિના ઘર, ગૌરીબિદનુર, યેલહંકા, જક્કુર કોમ્પ્લેક્સ, તુમકુરુ અને મધુગિરીના સંબંધીઓના નિવાસસ્થાનો અને કચેરીઓ પર
દરોડા પાડવામાં આવ્યા. આ કાર્યવાહીનું નેતૃત્વ લોકાયુક્ત એસપી જે.કે. એન્ટનીની ચાર
ટીમોએ કર્યું હતું.
હસન અને કોડાગુ:
લોકાયુક્ત એસપી સ્નેહાના નેતૃત્વમાં હાસન જિલ્લાના ચન્નપટ્ટણ
હાઉસિંગ બોર્ડ ખાતે એનએચએઆઈના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયંનાના ઘરે અને કોડગુ
જિલ્લાના કુશલનગર ખાતેના ફાર્મ હાઉસ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
ચિત્રદુર્ગ:
હિરિયુર ટીએચઓ ડૉ. વેંકટેશના ઘર અને ક્લિનિક પર દરોડા
પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી એસપી વાસુદેવરામ અને ડીવાયએસપી મૃત્યુંજયના
નેતૃત્વમાં કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ