નવી દિલ્હી 29 જુલાઈ (હિ.સ.) વૈશ્વિક બહુરાષ્ટ્રીય કંપનીઓમાં ટોચ પર
બેઠેલા ભારતીયોની યાદીમાં, વધુ એક વ્યક્તિનું નામ ઉમેરાવા જઈ રહ્યું છે. અમેરિકન
દૈનિક ઉપયોગની ઘરગથ્થુ ચીજવસ્તુઓ કંપની પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (પી એન્ડ જી) એ,
મુંબઈમાં જન્મેલા શૈલેષ જેજુરીકરને તેના આગામી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ)
તરીકે નિયુક્ત કર્યા છે.
કંપનીએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” શૈલેષ
જેજુરીકર 1 જાન્યુઆરી, 2026 થી આ
બહુરાષ્ટ્રીય કંપનીનું નેતૃત્વ કરશે. શૈલેષ જેજુરીકર પ્રોક્ટર એન્ડ ગેમ્બલના
પ્રમુખ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) તરીકે જોન મોલરનું સ્થાન લેશે. પી એન્ડ
જીના ડિરેક્ટર બોર્ડે ઓક્ટોબરમાં વાર્ષિક શેરહોલ્ડર મીટિંગમાં ડિરેક્ટર તરીકે
ચૂંટણી લડવા માટે જેજુરીકરને પણ નામાંકિત કર્યા છે.”
પી એન્ડ જી ભારતીય બજારમાં એક અગ્રણી એફએમસીજી કંપની પણ છે, જે એરિયલ, ટાઇડ, વ્હિસ્પર, ઓલે, જીલેટ, અંબીપુર, પેમ્પર્સ, પેન્ટીન, ઓરલ-બી, હેડ એન્ડ
શોલ્ડર્સ અને વિક્સ જેવી બ્રાન્ડ્સ સાથે કામ કરે છે.
ઉલ્લેખનીય છે કે, મુરાદાબાદમાં જન્મેલા ભારતીય મૂળના સાબીહ
ખાનને આ મહિનાની શરૂઆતમાં, આઇફોન ઉત્પાદક એપલના ચીફ ઓપરેટિંગ ઓફિસર પદ પર બઢતી
આપવામાં આવી હતી. સત્ય નડેલા માઇક્રોસોફ્ટના ચેરમેન અને સીઈઓ છે.જ્યારે સુંદર
પિચાઈ ગૂગલ અને તેની હોલ્ડિંગ કંપની આલ્ફાબેટ બંનેના સીઈઓ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ