નવી દિલ્હી, 29 જુલાઈ (હિ.સ.) જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે 26 પ્રવાસીઓની ક્રૂરતાથી હત્યા કરનારા ત્રણેય આતંકવાદીઓને સોમવારે સંયુક્ત કાર્યવાહીમાં સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, સોમવારથી લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં ભાગ લેતી વખતે ગૃહ અને દેશ સાથે આ માહિતી શેર કરી હતી.
તેમણે કહ્યું, હું ગઈકાલના 'ઓપરેશન મહાદેવ' વિશે ગૃહ દ્વારા સમગ્ર દેશને માહિતી આપવા માંગુ છું. ગઈકાલે, 'ઓપરેશન મહાદેવ'માં, સુલેમાન, અફઘાન અને હમજા જિબ્રાન નામના ત્રણ આતંકવાદીઓને સેના, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સંયુક્ત કાર્યવાહીમાં ઠાર મારવામાં આવ્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું કે સુલેમાન લશ્કર-એ-તૈયબાનો એ શ્રેણીનો કમાન્ડર હતો. આપણી એજન્સીઓ પાસે ઘણા પુરાવા છે કે, તે પહેલગામ અને ગગનગીર આતંકવાદી હુમલામાં સામેલ હતો. અફઘાન અને હમજા જિબ્રાન પણ એ ગ્રેડના આતંકવાદીઓ હતા જે આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો હતા. 22 મેના રોજ, સેન્સર દ્વારા આતંકવાદીઓની હાજરીની પુષ્ટિ કરવામાં આવી હતી. ત્યારબાદ આપણા 4 પેરા લીડ સીઆરપીએફ જવાનો અને જમ્મુ અને કાશ્મીર પોલીસના જવાનોએ મળીને આતંકવાદીઓને ઘેરી લીધા હતા. આ ત્રણ આતંકવાદીઓ બૈસરન ખીણમાં આપણા નિર્દોષ નાગરિકોની હત્યા કરનારાઓમાં સામેલ હતા અને ત્રણેય ગઈકાલે માર્યા ગયા હતા.
તેમણે કહ્યું, હું ગૃહ અને સમગ્ર દેશ વતી સેના, સીઆરપીએફ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના તમામ જવાનોને અભિનંદન આપું છું.
ગૃહમંત્રીએ કહ્યું, હું 24 રાષ્ટ્રીય રાઇફલ્સ (24 આરઆર), 4 પેરા, જમ્મુ અને કાશ્મીર પોલીસ (જેકેપી) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ના બહાદુર જવાનોને આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવા બદલ અભિનંદન આપવા માંગુ છું અને તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું.
હિન્દુસ્થાન સમાચાર/ સંજીવ પાશ / સચિન બુધૌલિયા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ