પોરબંદર, 4 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. પાર્ક કરેલી રીક્ષામથી બેટરીની ચોરી કરવામા આવી છે. પોરબંદર શહેરના રાણીબાગ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ જીવનભાઈ નાગરે પોતાની રીક્ષા પાર્ક કરી હતી તેમાંથી અજાણ્યા ઈસમો બેટરી નંગ-3 કિંમત રૂ. 16000ની ચોરી કરી ગયા હતા આ બનાવ અંગે કમલાબાગ પોલીસે ફરીયાદના આધારે તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya