પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ
પોરબંદર, 4 જુલાઈ (હિ.સ.) : રાજયભરમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. ત્યારે પોરબંદર શહેર અને જીલ્લામા મેઘરાજા ઓળઘોળ બન્યા હતા પોરબંદર જીલ્લામા સાર્વત્રિક બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી જતા ચારો તરફ પાણી જોવા મળ્યો હતા બરડા પંથકમા ધોધમાર ત્રણ ઇંચ જે
પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ.


પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ.


પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ.


પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ.


પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ.


પોરબંદર, 4 જુલાઈ (હિ.સ.) : રાજયભરમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. ત્યારે પોરબંદર શહેર અને જીલ્લામા મેઘરાજા ઓળઘોળ બન્યા હતા પોરબંદર જીલ્લામા સાર્વત્રિક બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી જતા ચારો તરફ પાણી જોવા મળ્યો હતા બરડા પંથકમા ધોધમાર ત્રણ ઇંચ જેટલો વરસાદ પડયો હતો. પોરબંદર જિલ્લામાં આજે શુક્રવારે સવારથી મેઘરાજાએ મુકામ કર્યો હતો પોરબંદર શહેરમાં સવારના છ વાગ્યા આસપાસ વરસાદ શરૂ થયો હતો અને બપોરના બાર વાગ્યા સુધીમા બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો જેને પગલે અનેક વિસ્તારોમા વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો રાણાવાવ તાલુકાની વાત કરીએ તો અહિં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો જેને પગલે ચારો તરફ પાણી પાણી જોવા મળ્યુ હતુ.

બરડા પંથકના ભેટકડી, અડવાણા, શિંગડા, ફટાણા અને શીશલી સહિતના ગામોમાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ પડી ગયો હતો જેને પગલે વાડી ખેતરો પાણીથી તરબોળ બની ગયા હતા તો ભેટકડી ગામે નદી અને વોકળા છલકાયા હતા અડવાણાથી ભેટકડી વચ્ચેના રસ્તા પર પાણી ફરી વળતા આ માર્ગ બંધ થયો હતો પોરબંદર જિલ્લામા સાર્વત્રિક વરસાદને પગલે ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande