રાણાવાવમાં પોલીસ, ફરિયાદના મનદુઃખને લઈને યુવાન પર હુમલો.
પોરબંદર, 5 જુલાઈ (હિ.સ.)પોરબંદરના રાણાવાવ તાલુકામાં રહેતા કિશોરભાઈ સાદીયા નામના શખ્સે અગાઉ હસમુખ ઉર્ફે મુકેશ મારુ નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી જેનું મનદુઃખ રાખી હસમુખ ઉર્ફ મુકેશે ગત તા. 4 જુલાઈના રોજ કિશોર સાદીયા માવો ખાવા ગયો હતો ત
રાણાવાવમાં પોલીસ, ફરિયાદના મનદુઃખને લઈને યુવાન પર હુમલો.


પોરબંદર, 5 જુલાઈ (હિ.સ.)પોરબંદરના રાણાવાવ તાલુકામાં રહેતા કિશોરભાઈ સાદીયા નામના શખ્સે અગાઉ હસમુખ ઉર્ફે મુકેશ મારુ નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી જેનું મનદુઃખ રાખી હસમુખ ઉર્ફ મુકેશે ગત તા. 4 જુલાઈના રોજ કિશોર સાદીયા માવો ખાવા ગયો હતો ત્યારે ‘તે મારા વિરુદ્ધ ફરિયાદ કેમ દાખલ કરાવી' અને 'ફરિયાદ પાછી ખેંચી લેજે નહિતર સારું નહિ થાય' કહી, ઢોર માર મારી પથ્થર વડે હુમલો કર્યો હતો.

જેથી કિશોરભાઈ સાદિયાને લોહી નીકળતા તેઓ હોસ્પિટલ દાખલ થયા હતા. અગાઉના ફરિયાદનું મનદુઃખ રાખી હસમુખ ઉર્ફ મુકેશે ઢોર માર માર્યો તેની કિશોરભાઈ સાદીયાએ તેના વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande