પોરબંદર, 4 જુલાઈ (હિ.સ.) : રાણાવાવ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન પો.કોન્સ સેજય વાલાભાઈ, સરમણ દેવાયતભાઈ તથા જયમલ સામતભાઈને બાતમી મળી હતી કે પોરબંદર જિલ્લામાંથી 2 વર્ષ માટે હદપાર કરાયેલ ઈસમ સંજય બાબુભાઇ ગોરાણીયા રાણાવાવ ખાતે આવે છે જેથી પોલીસે આ હકીકતની તાપસ કરતા સંજય ગોરાણીયા મળી આવ્યો હતો જેથી રાણાવાવ પોલીસે આરોપીને ઝડપી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરી રાણાવાવ પો.સ્ટે.ના પોલીસ ઈન્સ એન.એન. તળાવિયા, પો.સબ.ઈન્સ. આર.વી. મોરી, એ.એસ.આઈ. એસ.વી.કનારા, પો.હેડ.કોન્સ. બી.જે.દાસા, પો.કોન્સ. સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઈ,કુણાલસીહ પ્રવિણસિહ, ભરત કાનાભાઈ દ્વારા કરવામાં આવેલ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya