પોરબંદરના સાંસદ 3 દિવસ મત વિસ્તારના પ્રવાસે
પોરબંદર, 4 જુલાઈ (હિ.સ.) : કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડો.મનસુખ માંડવિયા રાજકોટ ઉપરાંતપોરબંદર સંસદીય મત વિસ્તારના પ્રવાસે આવી રહ્યા છે. તા. 4થી 6 જુલાઈ એમ ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે .ડો મનસુખ માંડવિયા તા.4 જુલાઇના રોજ રાજકોટ ઓદ્યોગિક સ
પોરબંદરના સાંસદ 3 દિવસ મત વિસ્તારના પ્રવાસે


પોરબંદર, 4 જુલાઈ (હિ.સ.) : કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડો.મનસુખ માંડવિયા રાજકોટ ઉપરાંતપોરબંદર સંસદીય મત વિસ્તારના પ્રવાસે આવી રહ્યા છે. તા. 4થી 6 જુલાઈ એમ ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે .ડો મનસુખ માંડવિયા તા.4 જુલાઇના રોજ રાજકોટ ઓદ્યોગિક સંવાદ અને એમએસએમઇની આઇસી યોજના અતર્ગત ચેક વિતરણના કાર્યક્રમમાં હાજરી આપશે.

તા. 5 જુલાઈના રોજ ભાયાવદર ખાતે સવારે 10:00 કલાકે વિકાસના કામોનુ ખતમુહુર્ત કરશે, બપોરના 3:00 કલાકે કુતિયાણાના બર્લોચ ગામની મુલાકાત લેશે, બપોરના 3:45 કલાકે રાણાકંડોરણા ગામની મુલાકાત લેશે,સાંજ 4:30 કલાકે પોરબંદર રાજપુત સમાજ ખાતે માર્ગ-મકાન વિભાગના કામોનુ ખાતમુહુર્ત કરશે સાંજે 5: 30 કલાકે પોરબંદર રેલવે સ્ટેશનર્ની મુલાકાત લેશે ત્યાર બાદ સાંજે 6:00 કલાકે પોરબંદર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તા સાથે મુલાકાત કરશે સાંજે 7:30 કલાકે જયુબેલી ખાતે આયોજીન ખાટલા બેઠકમા હાજરી આપશે.

તા. 6 જુલાઈના રોજ ઉપલેટા ભાજપ કાર્યાલય ખાતે પોરબંદર લોકોસભા વિસ્તારના લોકપ્રશ્નો તેમજ સરપંચ અને સંગઠનના હોદેદારો સાથે બેઠક અને મુલાકાતના કાર્યક્રમમા હાજરી આપશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande