અંબાજીની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દફતર લીધા વગર જ આવ્યા, બેગલેસ દિવસ ની ઉજવણી કરાઈ
અંબાજી,05જુલાઈ (હિ. સ.)આજના શનિવાર ને અંબાજીની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દફતર લીધા વગર જોવા મળ્યા હતા ,આમ તો સરકાર પોતે ભાર વગરનું ભણતર ના સૂત્ર સાથે કામ કરી રહી છે ત્યારે આજના શનિવાર તો સાવ ભાર
Ambaji ni shala ma beg les day ni ujavni


Ambaji ni shala ma beg les day ni ujavni


અંબાજી,05જુલાઈ

(હિ. સ.)આજના શનિવાર ને

અંબાજીની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દફતર લીધા વગર જોવા મળ્યા હતા ,આમ

તો સરકાર પોતે ભાર વગરનું ભણતર ના સૂત્ર સાથે કામ કરી રહી છે ત્યારે આજના શનિવાર

તો સાવ ભાર વગર વગરનો શનિવાર કરી દેવાયો છે આમ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા

શનિવારને બેગ લેસ ડે અને આનંદદાયી શનિવાર મનાવવાના ઉપલક્ષમાં શાળામાં શિક્ષકોએ

શુક્રવારે જ વિદ્યાર્થીઓને સૂચના આપી દેવામાં આવી હતી કે શનિવારે દફતર લીધા વગર

આવવાનું છે કોઈએ દફતર લાવવાનું નથી જ્યારે અંબાજીની પ્રાથમિક શાળામાં તમામ

વિદ્યાર્થીઓ આજે શનિવારે દફતર લીધા વગર જ આવ્યા હતા જોકે આ બાબતે શાળાના આચાર્ય

જણાવ્યું હતું કે સરકારનો પહેલાથી જ ભાર વગરના ભણતર નો અભિગમ રહ્યો છે ત્યારે આજે

આ શનિવારને સાવ ભાર વગરનો ભણતર વાળો દિવસ કરી દેવાયો છે,

જેના બદલે ધોરણ એક થી આઠ ના બાળકોને મનોવિજ્ઞાન વિકાસ તેમજ

સ્વચ્છતા અભિયાન સંગીત, યોગ

, સૂર્ય નમસ્કાર જેવા

અનેક કાર્યક્રમ કરાવવામાં આવશે તેમ વિપુલ ગામી આચાર્ય ,ગુજરાતી

પ્રાથમિક શાળા અંબાજ એ જણાવ્યુ હતું.

. જ્યારે

આ જે બેગ લેસ દિવસને લઈને વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને

શાળામાં ઈતર પ્રવૃત્તિઓ સ્વચ્છતા અભિયાનને લઈ સફાઈ કામ,સંગીત,

સફાઈ ,ચિત્ર,

જેવી અનેક પ્રવૃત્તિઓ કરતા નજરે જોવા મળ્યા હતાએટલું જ નહી આ બેગલેસ દિવસને લઈને બાળકોએ પણ

પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે આમ તો રવિવારે રજા હોય છે પણ તમામ મિત્રો

પોત પોતાના ઘરે રહેતા હોવાથી કોઈને મળી શકાતું નથી પણ આ શનિવારે બેગ લેસ દિવસના

કારણે આજે ભણતર વગર જ તમામ મિત્રોને એક સાથે અનેક પ્રવૃત્તિઓ કરવા અને રમતગમત એક

સાથે કરવાનો અનેરો આનંદ મળ્યો છે ને આ બેગ લેસ દિવસને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો

હતો.

આજે આ શનિવારે બેગલેસ દિવસના લઈશાળામાં

બાળકોએઆજે જેમનો જન્મ દિવસ હતો તેવા વિદ્યાર્થીઓને સ્ટેજ ઉપર

બોલાવી બાળકોને ભેટ સ્વરૂપે પુસ્તક અર્પણ કરી અને હેપી બર્થ ડે નો ગાન કરીને

સામૂહિક જન્મદિવસ મનાવવામાં આવ્યો હતો....

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande