ગુજરાત સરકારશ્રીના નવતર અભિગમ આનંદદાયી શનિવાર અને 10બેગલેસ ડે નો આજરોજથી સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા ગોધરા ખાતે પ્રારંભ
ગોધરા, ૫ જુલાઈ (હિ. સ.) ગુજરાત સરકારશ્રીના નવતર અભિગમ આનંદદાયી શનિવાર અને બેગલેસ ડે નો આજરોજથી સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા ગોધરા ખાતે પ્રારંભ થયો. ભાર વગરના ભણતર અભિગમ અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકો દર શનિવારે આનંદ સાથે જ્ઞાન પ્રાપ્ત કરે તે ઉદ્દે
ગુજરાત સરકારશ્રીના નવતર અભિગમ આનંદદાયી શનિવાર અને 10બેગલેસ ડે નો આજરોજથી સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા ગોધરા ખાતે પ્રારંભ -૩


ગુજરાત સરકારશ્રીના નવતર અભિગમ આનંદદાયી શનિવાર અને 10બેગલેસ ડે નો આજરોજથી સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા ગોધરા ખાતે પ્રારંભ -૨


ગુજરાત સરકારશ્રીના નવતર અભિગમ આનંદદાયી શનિવાર અને 10બેગલેસ ડે નો આજરોજથી સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા ગોધરા ખાતે પ્રારંભ -૧


ગોધરા, ૫ જુલાઈ (હિ. સ.) ગુજરાત સરકારશ્રીના નવતર અભિગમ આનંદદાયી શનિવાર અને બેગલેસ ડે નો આજરોજથી સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા ગોધરા ખાતે પ્રારંભ થયો.

ભાર વગરના ભણતર અભિગમ અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકો દર શનિવારે આનંદ સાથે જ્ઞાન પ્રાપ્ત કરે તે ઉદ્દેશ્ય થી ગુજરાત સરકાર શ્રીના શિક્ષણ વિભાગ દ્વારા આનંદદાયી શનિવાર અને 10બેગ લેસ ડે નો રાજ્ય વ્યાપી પ્રારંભ આજરોજથી થયો છે.જે અંતર્ગત ગોધરાની સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા ખાતે પણ આરંભ કરવામાં આવ્યો.

બાળકોની વિવિધ સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય તેમજ ગમ્મત સાથે જ્ઞાન પણ મેળવે અને ભાર વગરનું ભણતર સાચા અર્થમાં સિધ્ધ થાય તેવા હેતુસર આનંદદાયી શનિવારની ઉજવણી અંતર્ગત શાળામાં સમૂહ કવાયત,યોગ,સમૂહ સફાઈનું આયોજન કરવામાં આવ્યું.તેમજ સ્વચ્છતા પ્રદર્શન પણ યોજાયું. શાળાના બાળકોને દફતર વગર પણ ભણાવી શકાય તેવા વિવિધ પ્રોજેક્ટ શાળાના શિક્ષકો દ્વારા નિદર્શિત કરી પછી બાળકો પાસે કરાવવામાં આવ્યા.જેમાં માપન પ્રોજેક્ટ અંતર્ગત ધો.3 થી 5 ના બાળકોને ગુંજાશ વિશે વિવિધ માપના પ્રવાહીની ગુંજાશ માપવાના માપીયા દ્વારા સમજ આપવામાં આવી.

બાળકોએ જાતે 1,2,5 લી પાણીમાંથી 100ml,200ml અને 500 ml ના કેટલા માપીયા ભરાય જેવા પ્રોજેક્ટ દ્વારા સમજ મેળવી.

તો ધો.6 થી 8 ના બાળકોએ માપન પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ ચોરસ,લંબચોરસ વસ્તુઓના લંબાઈ,પહોળાઈ,પરિમિતિ,ક્ષેત્રફળ વગેરે માપવાના જૂથવાઇઝ સોંપેલ પ્રોજેક્ટ પૂર્ણ કરી પ્રેકટિકલ જ્ઞાન મેળવ્યું. થિયરી કરતાં પ્રેક્ટિકલ જ્ઞાન વધુ અસરકારક અને ચિરંજીવી હોય છે તે બાળકોએ અનુભવ્યું.

ત્યારબાદ બાળકોની બાળ સભા યોજાઇ જેમાં બાલવાટિકાથી ધો.8 સુધીની કન્યાઓએ વિવિધ નૃત્યો દ્વારા આજના શનિવારને ખરા અર્થમાં આનંદદાયી બનાવ્યો. આ નવતર અભિગમને સફળ બનાવવા શાળાના તમામ બાળકોએ હોંશભેર ભાગલીધો.તેમજ શાળાના આચાર્યશ્રી ભારતસિંહ સોલંકીના માર્ગદર્શનમાં તમામ સ્ટાફના શિક્ષકશ્રીઓએ જહેમતપૂર્વક કામગીરી કરીને આજના દિવસને આનંદદાયી શનિવાર તરીકે સફળ બનાવ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ


 rajesh pande