શાળાઓમાં 'બેગલેસ ડે' થી શૈક્ષણિક તણાવમાં ઘટાડો થશે
પાટણ, 5 જુલાઈ (હિ.સ.)ગુજરાત સરકારે શાળાના વિદ્યાર્થીઓ માટે એક નવી પહેલ શરૂ કરી છે. રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં હવે દર શનિવારે ''બેગલેસ ડે'' ઉજવવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ પરનું શૈક્ષણિક ભારણ ઘટાડવાનો છે અને તેમને શૈક્ષણ
શાળાઓમાં 'બેગલેસ ડે' થી શૈક્ષણિક તણાવમાં ઘટાડો થશે


પાટણ, 5 જુલાઈ (હિ.સ.)ગુજરાત સરકારે શાળાના વિદ્યાર્થીઓ માટે એક નવી પહેલ શરૂ કરી છે. રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં હવે દર શનિવારે 'બેગલેસ ડે' ઉજવવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ પરનું શૈક્ષણિક ભારણ ઘટાડવાનો છે અને તેમને શૈક્ષણિક પ્રવૃત્તિઓથી પરે સર્જનાત્મક વિકાસ માટે અવકાશ આપવાનો છે.

આ પહેલનો આરંભ પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલી પી.એમ. શ્રી કુમાર શાળા નં. 4માંથી થયો હતો. અહીં વિદ્યાર્થીઓએ બેગ વિના શાળામાં આવીને વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. શાળામાં ઇન્ડોર અને આઉટડોર રમતો, યોગ સત્રો, ચિત્રકલા અને અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ ચિત્રકલા દ્વારા પોતાની કલ્પનાશક્તિને અભિવ્યક્ત કરી અને યોગ દ્વારા શારીરિક-માનસિક આરોગ્યને પ્રોત્સાહન મળ્યું.

આ પહેલને વાલીઓ અને શિક્ષણવિદોનું સકારાત્મક સમર્થન મળી રહ્યું છે. આશા છે કે આવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, શારીરિક તંદુરસ્તી અને સામાજિક કૌશલ્યોનો સર્વાંગી વિકાસ થશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande