ગીર સોમનાથ 5 જુલાઈ (હિ.સ.)કોડીનાર એસ.ટી. ડેપોમાં વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા બજાવ્યા પછી ટ્રાફિક કંટ્રોલર (ટી.સી.) તરીકે ફરજ બજાવતા વાળા ધીરુભાઈ વય મર્યાદાને કારણે સેવાનિવૃત થઈ રહ્યા છે. તેમને ભવ્ય વિદાય આપવા માટે અને તેમના લાંબા સેવાકાળ દરમિયાન નિષ્ઠા, સમયપાલન અને શ્રેષ્ઠ કામગીરી બદલ આભાર વ્યક્ત કરવા માટે ડેપોમાં વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ડેપોના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને સ્ટાફ મિત્રો ગામના ગ્રામજનો ઉપસ્થિત રહીને નિવૃત્ત કર્મચારી વાળા ધીરુભાઈને સન્માનિત કરશે તથા તેમની આરોગ્ય અને સુખમય નિવૃત જીવનની શુભકામનાઓ પાઠવશે.
ધીરુભાઈએ પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન કોડીનાર ડેપોને ઉચ્ચ માનક મુજબ સેવા આપી છે. તેમની નિષ્ઠા, શ્રમ અને સહકર્મચારીઓ તેમજ અધિકારીઓમાં લોકપ્રિય રહ્યા છે. સમગ્ર સેવા દરમિયાન તેમના વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાઈ નથી, જે તેમની પ્રશંસનીય કામગીરીનો સાક્ષી પુરાવો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ