કલેક્ટર ના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય તંત્રના પ્રયત્નોથી, ગીર સોમનાથ જિલ્લો હવે કોરોના મુક્ત બન્યો
ગીર સોમનાથ 5 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ કોરોનાનો કેસ પહેલી જૂનના રોજ આવ્યો હતો, જ્યારે છેલ્લો કેસ પંદર જૂનના રોજ આવ્યો હતો. વેરાવળમાં-૮. તાલાળામાં-૧, કોડિનારમાં-૧ અને સુત્રાપાડામાં-૧ કેસ એમ જિલ્લામાં કુલ ૧૧ પોઝિટિવ કેસ નોંધાયા હતાં. ઉલ
જિલ્લો બન્યો કોરોનામુક્ત


ગીર સોમનાથ 5 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ કોરોનાનો કેસ પહેલી જૂનના રોજ આવ્યો હતો, જ્યારે છેલ્લો કેસ પંદર જૂનના રોજ આવ્યો હતો. વેરાવળમાં-૮. તાલાળામાં-૧, કોડિનારમાં-૧ અને સુત્રાપાડામાં-૧ કેસ એમ જિલ્લામાં કુલ ૧૧ પોઝિટિવ કેસ નોંધાયા હતાં.

ઉલ્લેખનીય છે કે, તા. ૧૫ જૂન પછી સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયેલો નથી.

પોઝિટિવ આવેલા તમામ દર્દીઓને દાખલ કરવાની જરૂર પડી નહોતી. આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમાં જ રાખવામાં આવ્યાં હતાં અને તેમને સારવાર પૂરી પાડવામાં આવી હતી. જેથી તેઓ સંપૂર્ણ સ્વસ્થ થયાં છે.

સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે કોરોનાને લઈ કોઈ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય તો ૫૦ બેડ ધરાવતા ૨ આઈસોલેશન વોર્ડ તૈયાર રાખવામાં આવ્યાં છે. તેમજ જરૂરી ઓક્સિજન, વેન્ટીલેટર તેમજ અન્ય જરૂરી દવાઓ તથા ઈન્જેક્શનનો જથ્થો પણ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande