હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 25 જુલાઈએ ગોલ્ડ મેડલ સમારોહ યોજાશે
પાટણ, 5 જુલાઈ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 25 જુલાઈએ ગોલ્ડ મેડલ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં વર્ષ 2020થી 2024 સુધીના કુલ 428 વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 25 જુલાઈએ ગોલ્ડ મેડલ સમારોહ


પાટણ, 5 જુલાઈ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 25 જુલાઈએ ગોલ્ડ મેડલ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં વર્ષ 2020થી 2024 સુધીના કુલ 428 વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે આ પ્રસંગ અત્યંત મહત્વનો રહેશે, કારણ કે ઘણા સમયથી તેઓ પોતાના ગોલ્ડ મેડલ માટે રાહ જોઈ રહ્યા હતા.

યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કુલપતિ ડૉ. કે.સી. પોરિયા અને રજિસ્ટ્રાર ડૉ. રોહિત દેસાઈએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી અને સમારોહ માટે તારીખ નક્કી કરાવી હતી. રાજ્યપાલે 25 જુલાઈ માટે સમય ફાળવ્યો છે.

વર્ષવાર વિગત જુઓ તો 2020માં 108, 2022માં 109, 2023માં 108 અને 2024માં 103 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી નવાજવામાં આવશે. હવે આ તમામ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને એક જ સમારોહમાં તેમનો પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ પ્રાપ્ત થશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande