જાગ્રેબ (ક્રોએશિયા), નવી દિલ્હી,5 જુલાઈ (હિ.સ.)
ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર અને વર્તમાન વિશ્વ ચેમ્પિયન ડી. ગુકેશે, ગ્રાન્ડ ચેસ
ટૂર 2025ના ઝાગ્રેબ
લેગમાં રેપિડ ટાઇટલ જીત્યું. પોલેન્ડના જાન-ક્રિજ્ટોફ ડુડા, શુક્રવારે સમાપ્ત
થયેલા રેપિડ સેક્શનમાં બીજા સ્થાને રહ્યા.
ગુકેશે પહેલા રાઉન્ડમાં હાર સાથે શરૂઆત કરી હતી, પરંતુ તેણે
શાનદાર વાપસી કરી અને સતત પાંચ મેચ જીતી. જેમાં ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન મેગ્નસ
કાર્લસન સામેની જીતનો સમાવેશ થાય છે. ત્યારબાદ ગુકેશે, અનુક્રમે સાતમા અને આઠમા
રાઉન્ડમાં અનિશ ગિરી અને ઇવાન સારિચ સાથે ડ્રો કર્યો.
અંતિમ રાઉન્ડમાં, તેણે અમેરિકાના વેસલી સોને હરાવીને કુલ 14 પોઈન્ટ સાથે
રેપિડ સેક્શનમાં ટોચનું સ્થાન મેળવ્યું. ડુડા 11 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહ્યો.જ્યારે કાર્લસને 10 પોઈન્ટ મેળવીને
ત્રીજા સ્થાને રહ્યો.
ભારતના આર. પ્રજ્ઞાનાનંદએ 9 પોઈન્ટ સાથે ફેબિયાનો કરુઆના સાથે સંયુક્ત
ચોથા સ્થાને રહ્યા.
હવે સ્પર્ધાનો બ્લિટ્ઝ વિભાગ રમાશે. રેપિડ અને બ્લિટ્ઝ
વિભાગ બંનેના સંયુક્ત પોઈન્ટના આધારે એકંદર વિજેતાનો નિર્ણય લેવામાં આવશે.
આ ગ્રાન્ડ ચેસ ટૂર 2025ની ત્રીજી ટુર્નામેન્ટ છે. આ પહેલા, પોલેન્ડ અને
રોમાનિયા તબક્કા અનુક્રમે એપ્રિલ અને મે મહિનામાં રમાયા હતા. પ્રજ્ઞાનાનંદએ
રોમાનિયાના બુખારેસ્ટમાં ટાઇટલ જીત્યું હતું અને પોલેન્ડના વાર્સોમાં ત્રીજા
સ્થાને રહ્યો હતો.
ઓગસ્ટમાં અમેરિકામાં વધુ બે ટુર્નામેન્ટ યોજાશે.જ્યારે અંતિમ
તબક્કો સપ્ટેમ્બર અને ઓક્ટોબર વચ્ચે બ્રાઝિલમાં યોજાશે.જેમાં ત્રણેય
ફોર્મેટ - ક્લાસિકલ, રેપિડ અને
બ્લિટ્ઝનો સમાવેશ થશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ