-શાક માર્કેટ,વિધાર્થીઓ અને લોકોમાં પ્લાસ્ટિકના વપરાશથી પર્યાવરણને થતું નુકસાન બતાવ્યું
-શાકભાજીની લારીઓ ,વિધાર્થીઓ અને આમ નાગરીકોને કોટન બેગનું વિતરણ કર્યું
-પ્લાસ્ટિક બેગ વિતરણ કરી જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું
ભરૂચ 5 જુલાઈ (હિ.સ.) ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક બેગ ફ્રી ડે અંકલેશ્વર જીઆઈડીસીમાં લાયન્સ ક્લબ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસે લાયન્સ ક્લબ ઇન્ડસ્ટ્રીયલ અને વુમન દ્વારા શાક માર્કેટમાં શાકભાજીની લારીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓને કોટન બેગનું વિતરણ કર્યું.કોટન બેગ વિતરણ કરી પર્યાવરણને નુકશાન કર્તા પ્લાસ્ટિકનો ઉપયોગ નહી કરવા જાગૃતિ ફેલાવી હતી . જનજાગૃતિના ભાવાર્થે સેવ એન્વાયરમેન્ટનો સંદેશ આપી કોટન બેગનું વિતરણ કર્યું હતું અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન કલબના પ્પ્રમુખ લા. સુનીતા ગજેરા ,લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરીયા ક્લબના પ્રમુખ લા.વાસુદેવ ગજેરા સેક્રેટરી, લા.શિલ્પા પટેલ સેક્રેટરી ,લા.રીના હીરપરા લાયન યોગેશ પટેલ તેમજ ક્લબના સભ્યોએ હાજરી આપી હતી
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ