હિન્દુ યુવકોની કળાના સ્પર્શથી મોહરમના તાજીયા શોભે છે – વીજપડી ગામે કોમી એકતાનું ઉદ્દાત ઉદાહરણ
અમરેલી 5 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું નાનકડું પરંતુ ભાવનાત્મક રીતે સમૃદ્ધ વીજપડી ગામ આજે સમગ્ર ગુજરાત માટે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. મોહરમનો તહેવાર નજીક આવી રહ્યો છે અને રાજ્યભરમાં તાજીયા તૈયાર કરવાની પ્રવૃત્તિઓ ચ
વીજપડી ગામ માં અનોખી એકતા


હિન્દૂ યુવકો તાજીયા બનાવે


કોમી એકતા


અમરેલી 5 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું નાનકડું પરંતુ ભાવનાત્મક રીતે સમૃદ્ધ વીજપડી ગામ આજે સમગ્ર ગુજરાત માટે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. મોહરમનો તહેવાર નજીક આવી રહ્યો છે અને રાજ્યભરમાં તાજીયા તૈયાર કરવાની પ્રવૃત્તિઓ ચાલે છે, પરંતુ વીજપડી ગામની વાત જ કંઈક અલગ છે. અહીં તાજીયા તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયામાં હિન્દુ યુવકોનો ઉત્સાહપૂર્ણ સહભાગીદાર તરીકે જોડાઇ એક અનોખું સંદેશ આપે છે

એકતા એ જ આપણા સમાજની સૌથી મોટી તાકાત છે.

દર વર્ષે મોહરમ દરમિયાન અહીં તાજીયા મુસ્લિમ સમાજ માટે અગત્યનું ધાર્મિક પ્રતીક હોય છે, પરંતુ તેનું નિર્માણ હિન્દુ યુવકો દ્વારા થાય છે, જે ભવિષ્ય માટે આદર્શરૂપ ઉદાહરણ છે. વીજપડી ગામમાં છેલ્લા છ વર્ષથી ચારથી વધુ હિન્દુ યુવકો તાજીયા બનાવવાની કામગીરીમાં જોડાય છે. એ લોકો દિવસ દરમ્યાન ખેતી, સુથારી કામ અથવા નોકરી-વ્યવસાય કરે છે અને રાત્રિના સમયે તાજીયા બનાવવા માટે પોતાની મહેનત અને સમય આપે છે.

સલીમ બાપુ કાદરી, જણાવ્યું કે 9 વર્ષ થિ વિજપડી માં રજે છે અને તાજીયા બનાવવા માટેના મુખ્ય સંચાલક છે, આ તાજીયા તેમની પાસેના મકાનમાં તૈયાર થાય છે, જ્યાં હિન્દુ યુવકો છેલ્લા 90 દિવસથી સતત કામ કરી રહ્યા છે. તેઓ નકશીકામ, કાગળ કામ, લાઈટ ફિટિંગ, સુથારી કાર્ય વગેરે તમામ તબક્કાઓમાં નિષ્ણાતીથી જોડાય છે.

રાઠોડ નલિનભાઈ ભાવચંદભાઈ જણાવ્યું કે પોતે સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે રહે છે અને ખેતીવાડીનો વ્યવસાય કરે છે રાત્રિના સમયે આ તાજિયા બનાવવાની કામગીરી માં જોડાય છે. દિવસ દરમિયાન ખેતી કાર્ય કર્યા બાદ રાત્રિના સમયે લાઈટ ફીટીંગ નું કામ તેમજ કાગળ કામ અને અન્ય રંગ રોગનું કામ કરવામાં આવે છે છેલ્લા છ વર્ષથી પોતે તાજીયા બનાવાની કામગીરીમાં જોડાય છે છેલ્લા 70 થી 80 દિવસથી આ કામગીરી કરવામાં આવે છે અને આખરે આ તાજીયા બનાવવામાં પોતે યોગદાન આપે છે વીજપડી ગામમાં કોઈ નાત જાતનું ભેદભાવ નથી તમામ લોકો એક થઈને રહે છે

વિજપડ ના ચાર યુવાનો પોતાના દૈનિક કાર્યો બાદ તાજીયા માટે પોતાનું સમય આપી સમાજમાં પ્રેમ અને એકતાનું બીજ વાવે છે.

આ યુવકો માત્ર તાજીયા બનાવે છે એ જ નહીં, પરંતુ શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ અને ધાર્મિક સહિષ્ણુતાની સાકાર મૂર્તિ બની રહ્યાં છે. તેઓનાં કાર્યથી જણાય છે કે ભલે ધાર્મિક માન્યતાઓ અલગ હોય, પણ માનવીય ભાવનાઓ અને પરસ્પર સમજૂતીથી કોઈપણ તહેવારને સહભાગીતાથી ઉજવી શકાય છે.

વીજપડી ગામે માત્ર મોહરમ જ નહીં, તમામ હિન્દુ અને મુસ્લિમ તહેવારો સાથે મળીને ઉજવવામાં આવે છે ભાઈચારાની મીઠી માળા સમાન. જ્યાં અન્યત્ર સમાજ ધર્મના નામે વિભાજન અનુભવે છે, ત્યાં વીજપડી ગામ એક સંદેશ આપે છે કે માનવતા ધર્મથી મોટી છે.

આવી ઘટનાઓ ગુજરાતી સમાજ માટે ગર્વનું કારણ છે. સમાજને આ પ્રકારના ઉદાહરણોથી શીખ મળી શકે છે કે ભેદભાવ વિના જીવવું અને એકબીજાના તહેવારોમાં ભાગ લેવો માત્ર ધાર્મિક એકતા નહીં, પરંતુ સાંસ્કૃતિક સમૃદ્ધિ તરફનો માર્ગ છે.

વિજપડીના યુવકો બતાવે છે કે ધર્મે તો જુદા હોઈ શકે, પણ દિલ એક થઈ શકે છે. અને જ્યારે દિલ જોડાય ત્યારે સમાજ સાચે જ “સર્વધર્મ સમભાવ”નો જીવંત દાખલો બની જાય છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande