પાટણ, 5 જુલાઈ (હિ.સ.)સિદ્ધપુર શહેરના મંડી બજાર ચોકમાં બજરંગ દળ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે એક વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત બજરંગ દળના કાર્યકર્તાઓએ બાળકીઓને વિનામૂલ્યે જ્વારા અર્પણ કર્યા હતા.
ગૌરી વ્રત દરમિયાન કન્યાઓ દેવી પાર્વતીની પૂજા કરી સારા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે. આ વ્રતમાં જ્વારાનું વિશેષ મહત્વ રહેલું છે. બજરંગ દળની આ પહેલથી અનેક પરિવારોને લાભ થયો છે. બાળકીઓમાં પણ ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું.બજરંગ દળના કાર્યકર્તાઓએ જણાવ્યું કે તેઓ સમાજસેવાના કાર્યો માટે સદા તત્પર રહે છે. તેઓ ધાર્મિક પર્વો નિમિત્તે આવી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખશે.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકીઓ અને વાલીઓએ હાજરી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર