ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચે છ કરાર, ભારતીય મૂળની છઠ્ઠી પેઢીને ઓસીઆઈ કાર્ડ આપવામાં આવશે
નવી દિલ્હી, 5 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે પોર્ટ ઓફ સ્પેનના રેડ હાઉસ ખાતે, ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસરને મળ્યા. આ પ્રસંગે, બંને દેશો વચ્ચે છ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.જેમાં રમત
નમો


નવી દિલ્હી, 5 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે પોર્ટ

ઓફ સ્પેનના રેડ હાઉસ ખાતે, ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી કમલા

પ્રસાદ-બિસેસરને મળ્યા. આ પ્રસંગે, બંને દેશો વચ્ચે છ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.જેમાં રમતગમત, સંસ્કૃતિ, રાજદ્વારી તાલીમ, ભારતીય

ફાર્માકોપીયા અને વેસ્ટ ઈન્ડિઝ યુનિવર્સિટીમાં હિન્દી અને ભારતીય અભ્યાસ ચેરની

પુનઃસ્થાપનાનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી મોદીએ ભારતીય મૂળની છઠ્ઠી પેઢીને ઓસીઆઈ કાર્ડ

સુવિધાનું વિસ્તરણ, 2000 લેપટોપ ભેટ, 800 અપંગ લોકો માટે

કૃત્રિમ અંગ શિબિર, એનએએમડેક્કોને દસ

લાખ યુએસ ડોલરના કૃષિ ઉપકરણો સોંપવાની જાહેરાત કરી. 'હીલ ઇન ઇન્ડિયા' કાર્યક્રમ હેઠળ, ભારતમાં

ત્રિનિદાદના લોકોને ખાસ તબીબી સહાય પૂરી પાડવામાં આવશે. ઉપરાંત, 20 ડાયાલિસિસ યુનિટ

અને બે મરીન એમ્બ્યુલન્સ ભેટ તરીકે આપવામાં આવશે. ત્રિનિદાદના વિદેશ મંત્રાલયના

ભવન માટે છત પર સોલાર પેનલ પણ આપવામાં આવશે. મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચરલ

કોઓપરેશન ખાતે ગીતા મહોત્સવ અને ભારતમાં કેરેબિયન પંડિતોના તાલીમની પણ જાહેરાત

કરવામાં આવી હતી.

ત્રિનિદાદ અને ટોબેગોએ ભારતના વૈશ્વિક પહેલ - ડિઝાસ્ટર

રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોએલિશન (સીડઆરઆઈ) અને ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ (જીબીએ) માં જોડાવાની

જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠક દરમિયાન પ્રધાનમંત્રી કમલા

પ્રસાદ-બિસેસરને તેમના કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રી મોદીએ

તેમના ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો. બંને નેતાઓએ કૃષિ, આરોગ્ય, ડિજિટલ

ટ્રાન્સફોર્મેશન, યુપીઆઈ, સંસ્કૃતિ, રમતગમત અને જાહેર

સંબંધો જેવા ક્ષેત્રોમાં સહયોગની શક્યતાઓ પર ચર્ચા કરી.

પ્રધાનમંત્રી બિસેસરએ કહ્યું કે,” પ્રધાનમંત્રી મોદીની

ઐતિહાસિક મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને નવી ઉર્જા આપશે. બંનેએ પ્રાદેશિક અને

વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી અને આબોહવા પરિવર્તન, આપત્તિ

વ્યવસ્થાપન અને સાયબર સુરક્ષા જેવા સમકાલીન પડકારોનો સંયુક્ત રીતે સામનો કરવા હાકલ

કરી.”

પહેલગામ આતંકવાદી હુમલા પછી ત્રિનિદાદ અને ટોબેગો દ્વારા

ભારતને આપવામાં આવેલા સમર્થન બદલ પ્રધાનમંત્રી મોદીએ આભાર વ્યક્ત કર્યો. બંને

નેતાઓએ તેના તમામ સ્વરૂપોમાં આતંકવાદનો વિરોધ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો

પુનરોચ્ચાર કર્યો અને ગ્લોબલ સાઉથ અને ભારત-સીએઆરઆઈકોમ ભાગીદારીને મજબૂત બનાવવા

સંમત થયા.

પ્રધાનમંત્રી મોદીએ, પ્રધાનમંત્રી બિસેસરને ભારતની મુલાકાત

લેવા આમંત્રણ આપ્યું, જેનો તેમણે

સ્વીકાર કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પહેલા ત્રિનિદાદ અને ટોબેગોની

સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું હતું. તેઓ આ મંચને સંબોધન કરનારા પ્રથમ

ભારતીય વડાપ્રધાન બન્યા, જેનાથી

દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો. તેમણે વિશ્વના સૌથી મોટા લોકશાહી વતી

ખાસ શુભેચ્છાઓ પાઠવી અને ત્રિનિદાદના લોકોનો, તેમને દેશના સર્વોચ્ચ નાગરિક

સન્માનથી સન્માનિત કરવા બદલ આભાર માન્યો.

પ્રધાનમંત્રી મોદીએ ભારતની લોકશાહી પરંપરા પર ભાર મૂકતા કહ્યું

કે,” વિવિધતાને સ્વીકારવાની આ શક્તિ ભારતીય લોકશાહીની ઓળખ છે. મહિલાઓની ભાગીદારી

પર ભાર મૂકતા, તેમણે ભારતમાં

સંસદ અને વિધાનસભાઓમાં 33 ટકા અનામત વિશે

માહિતી આપી અને કહ્યું કે, દેશમાં 15 લાખ મહિલાઓ સ્થાનિક શાસનમાં નેતૃત્વ કરી રહી છે.”

તેમણે આતંકવાદ, વૈશ્વિક પડકારો અને ગ્લોબલ સાઉથના અધિકારો વિશે વાત કરી અને

ભારત-કેરિકોમ સહયોગને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી

મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોના રાષ્ટ્રપતિ ક્રિસ્ટીન કાર્લા કંગાલુને મળ્યા.

પ્રધાનમંત્રીએ તેમને 'પ્રવાસી ભારતીય

સન્માન' માટે અભિનંદન

આપ્યા અને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું. રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રીની

નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા કરી. બંને નેતાઓએ લોકો-આધારિત સંબંધોને ગાઢ બનાવવા અને

વૈશ્વિક દક્ષિણ સહયોગને આગળ વધારવાની ચર્ચા કરી.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદી ૩ થી 4 જુલાઈ દરમિયાન

ત્રિનિદાદ અને ટોબેગોની રાજ્ય મુલાકાતે હતા. 1999 પછી ભારતીય પ્રધાનમંત્રીની આ

પહેલી દ્વિપક્ષીય મુલાકાત છે. પ્રધાનમંત્રી હવે આ મુલાકાત પૂર્ણ કરી ચૂક્યા છે અને

તેઓ આર્જેન્ટિનાની આગામી મુલાકાતે છે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande